Home Gujarat Emergency Meeting In Gandhinagar Heavy Rain In Botad Bhavnagar Red Alert Still In The Coming Days

ગાંધીનગરમાં ઈમરજન્સી બેઠક : બોટાદ, ભાવનગરમાં અતિભારે વરસાદ, હજુ પણ આવનારા દિવસોમાં રેડ એલર્ટ

ગાંધીનગરમાં ઈમરજન્સી બેઠક
Published by: OBS Bureau
Last Updated: Jun 17, 2025, 05:25 PM IST

રાજ્યમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે અને હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

ગાંધીનગરમાં રાજ્ય સ્તરીય ઇમર્જન્સી બેઠક બોલાવવામાં આવી છે જેમાં તાત્કાલિક રાહત અને બચાવના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી છે. બીજી તરફ ભાવનગર અને બોટાદ જિલ્લામાં કાલે તમામ શાળાઓ બંધ રાખવાના આદેશ પણ તંત્રએ આપ્યા છે.

હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, જ્યારે તંત્રે લોકોને સલામતી માટે બહારના પ્રવાસથી બચવા અને એલર્ટ રહેવાની વિનંતી કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now