પ્રચાર તબક્કા દરમ્યાન ભારે ચર્ચાસ્પદ રહેલ વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના મતદાનના દિવસે પણ માહોલ ગરમ અને ઉત્તેજના ભર્યો રહ્યો . આમ આદમી પાર્ટીએ અંતિમ ઘડી સુધી સક્રિયતા અને લડાયક મિજાજ ધારણ કરી રાખતા બે બુથ પર બુથ કેપ્ચરિંગ થયું હોવાની ચૂંટણી પંચને કરેલી ફરિયાદને કારણે બંને બુથ પર પુનઃ મતદાન કરાવવાનો ચૂંટણી પંચ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
વિસાવદર વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા બુથ કેપ્ચરિંગની ફરિયાદ ચૂંટણી પંચને કરવામાં આવી હતી. ચૂંટણી પંચ દ્વારા જરૂરી કાયદાકીય પ્રક્રિયા અને તપાસને અંતે બે બુથ પર પુનઃ મતદાન કરાવવાનો નિર્ણય કર્યો છે.
૮૬-માલીડા અને ૧૧૧-નવા વાઘણિયા બુથ પર શનિવારના રોજ સવારે ૦૭.૦૦ થી સાંજે ૦૬.૦૦ વાગ્યા દરમિયાન નવેસરથી મતદાન કરવામાં આવશે
પુનઃ મતદાન દરમ્યાન કોઈ ગેરરીતિ ના થાય તથા કોઈ અનિચહનીય ઘટના ન ઘટે તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવા આદેશ કરવામાં આવ્યો છે.
શનિવારે બંને બુથ પર ચૂંટણી પંચની સીધી નિગરાની હેઠળ ચુસ્ત સુરક્ષા વયવસ્થા વચ્ચે પુનઃ મતદાન યોજાશે
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






