Home Gujarat Elderly Man Commits Suicide Due To Fear Of Going To Jail Complaint Against 6 People

જેલ જવાના ડરથી વૃદ્ધનો આપઘાત : 6 લોકો સામે ફરિયાદ

જેલ જવાના ડરથી વૃદ્ધનો આપઘાત
Published by: OBS Bureau
Last Updated: Jun 11, 2025, 04:07 PM IST

અમદાવાદ: શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતા 63 વર્ષીય વૃદ્ધે જીવનમાં આવેલા તણાવ અને જેલમાં જવાના ડરના કારણે આપઘાત કરી લીધો છે. આત્મહત્યા કરતા પહેલા તેણે લખેલી ચીઠ્ઠીમાં તેણે છ વ્યક્તિઓને પોતાની આત્મહત્યા માટે જવાબદાર ઠેરવ્યા છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે કેસ દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

દસ વર્ષ પછી કર્યા હતા બીજા લગ્ન
જ્યંતિભાઈ પરમાર તેમના પરિવાર સાથે દાણીલીમડા વિસ્તારમાં રહેતા હતા. તેમની પહેલી પત્નીનું 2008માં અવસાન થતાં તેમણે વર્ષ 2014માં મોતીભાઇ મકવાણાની દીકરી સુશીલાબહેન સાથે બીજા લગ્ન કર્યા હતા. સુશીલાબહેન કોંગ્રેસના કાર્યકર હતા અને ઘણી વખત પાર્ટી કાર્યક્રમોમાં ભાગ લેતા હતા, જેના કારણે ઘરમાં અવારનવાર કલહ થતો રહ્યો.

સંદેહ અને આત્મહત્યા
જ્યંતિભાઈએ તેમની પત્નીનું મોબાઇલ ચેક કરતા અન્ય યુવક સાથે વાતચીત હોવાનો ખુલાસો થતાં ફોન તોડી નાખ્યો હતો. તેના થોડા સમય બાદ, 30 એપ્રિલ 2018ના રોજ સુશીલાબહેને રિવરફ્રન્ટ પર જઈ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે સુશીલાબહેનના પરિવારજનો દ્વારા જ્યંતિભાઈ વિરુદ્ધ આત્મહત્યામાં દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમને ચાર દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું.

પૈસાની માંગણીથી વધ્યો તણાવ
આ કેસ હવે કોર્ટમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન સુશીલાબહેનના પિતા નાથાભાઇ મકવાણા અને તેમના પરિવારના સભ્યોએ સમાધાન માટે જ્યંતિભાઇ પાસેથી પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. પણ આ પૈસા આપવાનું શક્ય ન થતા તથા ફરીથી જેલમાં જવાનું ભય સતાવતાં, તણાવમાં આવી જ્યંતિભાઈએ 29 મેના રોજ પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી.

મૃત્યુપત્રમાં છ લોકોના નામ
મૃતક જ્યંતિભાઈએ આત્મહત્યાના પૂર્વે લખેલી ચીઠ્ઠીમાં જણાવ્યું હતું કે, નાથાભાઇ મકવાણા, ગુણવંત મકવાણા, નગીન મકવાણા, જ્યોત્સના મકવાણા, ગુણવંતની પત્ની તથા રમીલા પરમાર તેમની આત્મહત્યાના કારણ છે.

પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી
જ્યંતિભાઇના પુત્ર ધવલ પરમારની ફોજદારી ફરિયાદના આધારે દાણીલીમડા પોલીસે આરોપી બનાવાયેલ તમામ છ લોકો વિરુદ્ધ IPC કલમ 306 (આત્મહત્યાની ઉકેરણી) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now