એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ ONE97 કોમ્યુનિકેશન લિમિટેડ (Paytmની પેરેન્ટ કંપની) અને તેના મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય સંબંધિત કંપનીઓને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) 1999ના ઉલ્લંઘન બદલ શોકોઝ નોટિસ જારી કરી છે. આ કેસમાં કુલ 611 કરોડ રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ છે.
શું છે મામલો?
ઇડીની તપાસમાં બહાર આવ્યું છે કે ONE97 કોમ્યુનિકેશન લિમિટેડે સિંગાપોરમાં વિદેશી રોકાણ કર્યું હતું, પરંતુ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ને જરૂરી રિપોર્ટિંગ કર્યું ન હતું આ ઉપરાંત, કંપનીને વિદેશી રોકાણકારો પાસેથી સીધા વિદેશી રોકાણ (FDI) પણ મળ્યું હતું, પરંતુ તેણે RBI દ્વારા નિર્ધારિત કિંમતના નિયમોનું પાલન કર્યું ન હતું.
અન્ય કંપનીઓ સામે આરોપો
લિટલ ઈન્ટરનેટ પ્રાઇવેટ લિમિટેડ-તે ઓસીએલની સહાયક કંપની છે, જેને વિદેશી રોકાણ મળ્યું હતું, પરંતુ રોકાણના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું ન હતું.
નિયરબાય ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ-આ કંપનીને વિદેશી રોકાણ પણ મળ્યું હતું, પરંતુ સમયમર્યાદામાં તેની જાણ કરવામાં આવી ન હતી.
હવે શું થશે?
આ નોટિસ બહાર પાડીને ઇડી ફેમા, 1999 હેઠળ ચુકાદો આપવાની તૈયારી કરી રહી છે. જો તપાસમાં ઉલ્લંઘન સાબિત થાય છે, તો આ કંપનીઓ પર ભારે દંડ લાદવામાં આવી શકે છે.





