Home Gujarat Dysp Chetna Chaudhary Bids Farewell To The Driver Constable Who Put Her In Her Car

અનોખું વિદાયમાન : DySP ચેતના ચોધરીએ તેમની ગાડીમાં બેસાડી ડ્રાઈવર કોન્સ્ટેબલને આપી વિદાય, અધિકારીની નમ્રતાને સલામ

અનોખું વિદાયમાન
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 01, 2026, 12:24 PM IST

કહેવાય છે કે, દરેક માટે સારો સમય ચોક્કસથી આવે છે, જે એક અધિકારી માટે હોય કે, પછી એક સામાન્ય કર્મચારી હોય. જે સમય સફળતા અપાવી શકે છે સાથો સાથે તમારી સિદ્ધિઓ અને સોમ્ય સ્વભાવની નમ્રતા વ્યક્ત કરવાની ક્ષણ પણ આપી શકે છે. ત્યારે આજે વડોદરાથી એક એવી ઘટના સામે આવી છે. જ્યાં સફળતા અને નમ્રતાનો સમય એક પોલીસ કર્મચારી ડ્રાઈવર અને DySP કક્ષાના અધિકારી માટે આવ્યો હોય તેવું ધ્યાને આવ્યું છે. વાત જાણે આમ છે કે, કોઈ પોલીસ કોન્સ્ટેબલની આવી ભવ્ય વિદાય તમે કદાચ જ જોઈ હોય. સામાન્ય રીતે સિનિયર અધિકારીઓ નિવૃત્ત થાય કે બદલી થાય ત્યારે જ ભવ્ય વિદાય સમારંભ યોજાતો હોય છે, પરંતુ વડોદરા ગ્રામ્ય પોલીસમાં એક અનોખું અને ભાવુક દ્રશ્ય સર્જાયું, જ્યાં એક સામાન્ય કોન્સ્ટેબલને તેમના ઉપરી અધિકારી દ્વારા અનોખી રીતે અને માન-સન્માન સાથે વિદાય આપવામાં આવી.

પોતાની માતાની સેવા કરી શકે તે માટે વડોદરાથી રાજીનામું આપી અરલ્લીને પસંદ કર્યો

વર્ષ 2023માં વડોદરા ગ્રામ્ય પોલીસમાં હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે જોડાયેલા લક્ષ્મણભાઈ રબારી, મૂળ મહેસાણા જિલ્લાના વતની છે. તેઓ અરવલ્લી જિલ્લામાં બિન હથિયારી કોન્સ્ટેબલ તરીકે તાજેતરની ભરતીમાં પસંદગી પામ્યા છે. પોતાની માતાની સેવા કરી શકાય તે માટે વતન નજીકની નોકરી પસંદ કરતાં તેમણે વડોદરા ગ્રામ્ય પોલીસમાંથી રાજીનામું આપ્યું હતું.

ફક્ત વિદાય નહી પણ 'વિદાયમાન'

કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈને ચેતના ચૌધરી, ડી.વાય.એસ.પી., વડોદરા ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટરના ડ્રાઈવર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હતા. તેમની કામગીરી, ઈમાનદારી અને ફરજ પ્રત્યેની લગનને ધ્યાનમાં રાખીને ડી.વાય.એસ.પી. ચેતના ચૌધરીએ તેમને ભવ્ય વિદાય આપવાનો નિર્ણય લીધો. ફૂલહાર પહેરાવી, સન્માનપૂર્વક પોતાની જ સરકારી કારમાં બેસાડી તેમને વિદાય આપવામાં આવી હતી.

ચેતના ચૌધરીની ભાવનાને સલામ

આ પ્રસંગે લક્ષ્મણભાઈ પણ ભાવુક બની પોતાના ઉપરી અધિકારીના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા. એક સામાન્ય કોન્સ્ટેબલને અપાયેલ આ માન-સન્માનના દ્રશ્યો જોઈ હાજર સ્ટાફ સહિત સૌ કોઈ ડી.વાય.એસ.પી. ચેતના ચૌધરીની ભાવનાને સલામ કરી રહ્યા છે. લક્ષ્મણભાઈને તેમની નવી ફરજ માટે શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે, તો સાથે સાથે એવા સંવેદનશીલ અને પ્રેરણાદાયક અધિકારી સાથે કામ કરવાની તક મળવા બદલ તેમને બેવડી શુભકામનાઓ પાઠવાઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now