Home Gujarat Dycm Bows At The Feet Of Ranchhodraiji On Phagani Poonam In Dakor

ડાકોરમાં DyCM એ રણછોડરાયજીના ચરણોમાં શીશ નમાવ્યું : ઇઝરાયલ-ઇરાન સંકટમાં ગુજરાતીઓની સુરક્ષિત વાપસી માટે પ્રતિબદ્ધતા

ડાકોરમાં DyCM એ રણછોડરાયજીના ચરણોમાં શીશ નમાવ્યું
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2026, 12:24 PM IST

ફાગણી પૂનમ નિમિત્તે યાત્રાધામ ડાકોર ખાતે ભવ્ય રંગોત્સવ અને ફૂલડોલ મહોત્સવનું ભક્તિમય વાતાવરણ વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે DyCM હર્ષ સંઘવી ઉપસ્થિત રહી ભગવાન રણછોડરાયજીના ચરણોમાં શીશ નમાવી રાજ્યની સુખ, શાંતિ અને સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી. પરંપરા મુજબ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંદિરમાં ધ્વજા અર્પણ કરવાની વિધિ પણ વિધિવત સંપન્ન કરવામાં આવી હતી. સાથે જ ઇઝરાયલ-ઈરાન યુદ્ધ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

પત્રકારો સાથેની ચર્ચામાં DyCM હર્ષ સંઘવીએ ઇઝરાયલ-ઇરાન વચ્ચે ચાલી રહેલી પરિસ્થિતિ અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે "વિદેશમાં ફસાયેલા ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓની સુરક્ષિત વતન વાપસી માટે સરકાર સતત પ્રયત્નશીલ છે." Etihad Airways દ્વારા કેટલાક નાગરિકોને દિલ્હી એરપોર્ટ સુધી સુરક્ષિત લાવવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું.

સાંસદ હરિ પટેલે શરૂ કરી વિશેષ હેલ્પલાઇન

મધ્ય પૂર્વમાં વધતી યુદ્ધ સ્થિતિ વચ્ચે Iran માં ફસાયેલા ભારતીયોને લઈને સાંસદ હરિ પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ફસાયેલા નાગરિકોની મદદ માટે સાંસદ કાર્યાલય દ્વારા વિશેષ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. ફસાયેલા લોકોની તમામ વિગતો એકત્રિત કરીને વિદેશ મંત્રાલય તથા જિલ્લા કલેક્ટરને મોકલી આપવામાં આવી છે.

સાંસદના જણાવ્યા મુજબ, એરસ્પેસ ખુલતા જ તમામ નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે દાવો કર્યો કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સતત પ્રયાસરત છે.

દુબઈમાં પણ કેટલાક નાગરિકો ફસાયા

સાંસદને દુબઈમાં પણ કેટલાક ગુજરાતી નાગરિકો ફસાયા હોવાની માહિતી મળી છે. તેમાં બહુચરાજી APMC ના પૂર્વ ચેરમેન વિજય પટેલ તેમના પરિવાર સહિત કુલ આઠ લોકો દુબઈમાં અટવાયા હોવાની માહિતી છે. સાંસદ હરિ પટેલે વિજય પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમની હાલત અંગે જાણકારી મેળવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now