દશેરાનો તહેવાર સમગ્ર ભારતમાં ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસને માત્ર અસત્ય પર સત્યનું પ્રતીક જ નહીં, પરંતુ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાનો ખાસ દિવસ પણ માનવામાં આવે છે. માન્યતા છે કે દશેરાની સાંજે યોગ્ય જગ્યાએ દીવો પ્રગટાવવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે.
ક્યાં પ્રગટાવવો દીવો?
મુખ્ય દરવાજા પર
મુખ્ય દરવાજાને ઘરની સકારાત્મક ઉર્જાનો પ્રવેશદ્વાર માનવામાં આવે છે. અહીં દીવો પ્રગટાવવાથી રાહુના પ્રભાવથી રાહત મળે છે અને જીવનમાં શુભતા વધે છે.
શમી વૃક્ષ નીચે
શમી વૃક્ષ વિજય, સૌભાગ્ય અને સંપત્તિનું પ્રતીક છે. માન્યતા છે કે લંકા વિજય પહેલા ભગવાન શ્રી રામે શમી વૃક્ષની પૂજા કરી હતી. દશેરાની સાંજે અહીં ઘીનો દીવો પ્રગટાવવાથી કોર્ટ કેસ અને વિવાદોમાં સફળતા મળે છે.
ઘરના પૂજા સ્થળે
પૂજા સ્થળે પ્રગટાવેલો ઘીનો દીવો આખી રાત પ્રગટાવવો જોઈએ. એવું કરવાથી ઘરમાં સુખ-શાંતિ ટકી રહે છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે.
તુલસીના છોડ નીચે
તુલસીના છોડને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. દશેરાની સાંજે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.
પૂજા મંત્ર
ॐ राम ॐ राम ॐ राम ह्रीं राम ह्रीं राम श्री राम श्री राम ।
स्वच्छ राम स्वच्छ राम फट राम फट रामाय नमः ॥
लोकभिराम रणरंगधीरं राजीवनॆत्रं रघुवंशनाथम् ।
कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये ॥
आपदामपहर्तारं दातारं सर्वसम्पदम् ।
लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् ॥