Home Gujarat Due To The Law Gujarat Has Become Udta Punjab Video Of A Youth Getting Intoxicated With Drugs In The Brts Running In Surat Goes Viral

કાયદાની ઐસીતૈસી, ગુજરાત બન્યું ઉડતા પંજાબ! : સુરતમાં ચાલુ BRTSમાં ડ્રગ્સનો નશો કરતા યુવકનો વીડિયો વાયરલ

કાયદાની ઐસીતૈસી, ગુજરાત બન્યું ઉડતા પંજાબ!
Published by: OBS Bureau
Last Updated: Jun 05, 2025, 06:24 AM IST

સુરત શહેરમાં ડ્રગ્સ નશાના સાવે વૃદ્ધિ પામતા હવે જીવતા પુરાવા સામે આવી રહ્યાં છે. સુરતના BRTS રૂટ પર ચાલી રહેલી બસમાં એક નશામાં ઘૂમતો યુવક કેટલાય મુસાફરો માટે ભયનો કારણ બન્યો. વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.

બસમાં નસેડી યુવકનો તોફાન
આ ઘટના અડાજણથી કામરેજ જતી BRTS બસની છે. બસમાં એક યુવક સતત ગાળાગાળી કરી રહ્યો હતો અને પોતાની પાસે કોકેઇન ડ્રગ્સ હોવાનું દાવો કરતો હતો. યુવકના હાથમાં ઈન્જેક્શન માટેની સિરીન્જ પણ જોવા મળતી હતી. મુસાફરોના જણાવ્યા અનુસાર, તેણે મુસાફરી દરમિયાન દોઢ લાખ રૂપિયાનો મોબાઈલ ફોન અને અઢી લાખની ઘડિયાળ બતાવીને પોતે "રોયલ છે" એવું કહી ગર્વ અનુભવ્યો હતો.

મહિલાઓ ડરીને બસમાંથી ઉતરી ગઈ
બસમાં મહિલાઓ સહિતના મુસાફરો યાત્રા કરી રહ્યાં હતાં, ત્યારે યુવકે તેમની સામે પણ ગાળાગાળી શરૂ કરી હતી. ઘરના સભ્ય સાથે મુસાફરી કરતી કેટલીક મહિલાઓ યુવકના વર્તનથી ડરી ગઈ અને વચ્ચે બસમાંથી ઉતરી ગઈ. બસ કંડક્ટરએ પણ યુવકને બાહર ઉતરવાની વિનંતી કરી ત્યારે યુવકે તેના પર ચીખામચીખ કરી અને ધમકીભર્યો રોળો પણ કર્યો.

વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પોલીસે યુવકની ઓળખ શરૂ કરી છે અને બસમાં સીસીટીવી ફૂટેજ પણ મેળવીને તપાસ શરૂ કરી છે. ડ્રગ્સના પેકેટ અને સિરીન્જ સાથે મળેલા યુવક વિરુદ્ધ NDPS ઍક્ટ હેઠળ કાયદેસર પગલાં લેવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now