અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ફોરવ્હીલના શો-રૂમના ટેક્નીશ્યનનું અપહરણ થયાના મામલે પોલીસે ગુનો નોંધ્યો હતો. અમરાઈવાડી પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર પી.એચ. મકવાણાની સુચનાથી સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ પી.એસ.મિયાત્રાની ટીમ બનાવી આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજની તપાસ કરીને ગણતરીના કલાકોમાં આરોપીની ભાળ મેળવી અમરાઈવાડી વન્ડર પોઇન્ટ ચાર રસ્તાથી જોગેશ્વરી રોડ પાસેથી ગુનામાં વપરાયેલી ઓટો રીક્ષા અને અપહરણના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
અમરાઈવાડીમાં કારના શો-રૂમમાં ગ્રાહક તેની ફોરવ્હીલ સર્વિસ કરવા લઈને આવ્યો હતો. ગત 7 જૂને શો-રૂમમાં કામ કરતા ટેક્નીશિયન દર્શન ચૌહાણ ગાડી લઈને ટ્રાયલ લેવા સારું નીકળ્યા હતા. અમરાઈવાડીમાં મંગલમ સ્ટોર પાસે પહોંચ્યા હતા તે સમયે સ્પીડ બ્રેકર આવતા ગાડી ચલાવનાર ટેક્નીશ્યને બ્રેક મારતા પાછળથી આવી રહેલા રીક્ષા ચાલકે અકસ્માત સર્જ્યો હતો.
રીક્ષામાંથી ત્રણ યુવક અને એક મહિલા ઉતર્યા અને ગાડી ચલાવનાર સાથે તકરાર કરીને શો-રૂમના ટેકનીશયન બળજબરી પૂર્વક રિક્ષામાં બેસાડીને તેનું અપહરણ કરી લેવાયું હતું. આ મામલે ફરિયાદ નોંધાતા અમરાઈવાડી પોલીસે તાત્કાલિક ટીમો બનાવીને અપહરણકર્તા ની ચુંગલમાંથી ટેકનીશયન છોડાવીને ગુનામાં સંડોવાયેલા મોહમંદશાહરૂખ અંસારી, અફઝલ ફતેઆબ મહેબૂબસાબ સૈયદ, મોહમંદ ઉબેટ રંગરેજની ધરપકડ કરીને ફરાર મહિલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






