વડોદરામાં એક ખાનગી કંપનીના અધિકારી અને તેમના પરિવાર સાથે સોરાઈસિસની સારવારના બહાને રૂ. 25 લાખની મોટું ઠગાઈ થયાની ઘટનાથી ચકચાર મચી છે. નાગરવાડા વિસ્તારમાં આવેલી યુનાની દવાઓની દુકાન અને ડૉ. વારસી નામના તબીબના સંડોવણીના આ મામલામાં વડોદરા પોલીસે તપાસ આરંભી છે.
સૂત્રો મુજબ અધિકારીની પત્નીને રસ્તામાં રાજુ નામનો શખ્સ મળ્યો હતો. તેણે પત્ની સાથે વાતચીતમાં કહ્યું કે તેને પણ એ જ ત્વચાના રોગ ‘સોરાઈસિસ’ની તકલીફ હતી અને ડૉ. વારસીએ તેને સંપૂર્ણ સાજો કર્યો છે. આ વાતથી પ્રભાવિત થઇ અધિકારીના પતિ-પત્નીએ ડૉ. વારસીનો સંપર્ક કર્યો.
વારસી નામના તબીબે પોતાના ભ્રામક ઇલાજના ભાગરૂપે 'ફૂંકણી' વડે પિત્ત કાઢી તેમાં જીવડાં બતાવ્યા અને બીમારી ગંભીર હોવાનો ડર દાખવી અનેક તબક્કામાં અલગ-અલગ ઉપચારનું નાટક કરીને તેમને રૂ. 25 લાખ પડાવ્યા. ઉપરાંત નાગરવાડાની યુનાની દવા દુકાનમાંથી પણ રૂ. 5 લાખની દવાઓ ખરીદાવવામાં આવી.
છતાં પણ બીમારીમાં કોઇ સુધારો ન થતાં છેતરપિંડીના ભાન થતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે હાલમાં ડૉ. વારસીના સાગરીતો સાબિર હુસેન અને આસિફ શેખની ધરપકડ કરી છે, જ્યારે ડૉ. વારસી હજુ ફરાર છે. સમા પોલીસે હાલ તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ ઘટના વધુ લોકો સાથે પણ આવી છેતરપિંડી થઈ હોય તેવી સંભાવના વચ્ચે પોલીસ સમગ્ર કેસની ઊંડાણથી તપાસ કરી રહી છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર





