Home Tech/Gadgets Dont Make The Mistake Of Throwing Away Old Headphones Reuse Them In These 4 Ways

જૂના હેડફોન ફેંકવાની ભૂલ ન કરો, આ 4 રીતે ફરીથી ઉપયોગમાં લો! : કચરો સમજીને ફેંકવાને બદલે બનાવો કામની વસ્તુ, જાણો હેડફોન રીયુઝ કરવાની સ્માર્ટ ટિપ્સ

જૂના હેડફોન ફેંકવાની ભૂલ ન કરો, આ 4 રીતે ફરીથી ઉપયોગમાં લો!
Published by: OBS Bureau
Last Updated: Feb 10, 2026, 10:35 AM IST

Headphone Tips and Tricks : ઘણીવાર આપણા ઘરમાં જૂના અથવા એક બાજુથી બગડી ગયેલા હેડફોન પડ્યા હોય છે. સામાન્ય રીતે આપણે તેને 'ભંગાર' સમજીને કચરામાં ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ, તેને ફેંકતા પહેલા થોડું સર્જનાત્મક વિચારો! ઈ-વેસ્ટ (E-waste) ઘટાડવા અને પૈસા બચાવવા માટે આ જૂના હેડફોન તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આજે અમે તમને જણાવીશું કે, કેવી રીતે તમે તમારા નકામા હેડફોનને ફરીથી જીવંત કરી શકો છો.

નાના સ્પીકર તરીકે ઉપયોગ

જો તમારા હેડફોનનો અવાજ હજુ પણ ચાલુ હોય, ભલે તે ધીમો હોય, તો તમે તેનો ઉપયોગ મીની સ્પીકર તરીકે કરી શકો છો. જો હેડફોનનો એક ભાગ પણ કામ કરતો હોય, તો તેને તમારા વર્ક ટેબલ, રસોડામાં કે નાઈટસ્ટેન્ડ પર રાખી શકાય છે. શાંત વાતાવરણમાં હળવું સંગીત સાંભળવા માટે આ એક શ્રેષ્ઠ અને ફ્રી નો જુગાડ થઈ જશે.

પ્રોફેશનલ રેકોર્ડિંગ ડિવાઇસ

ઘણીવાર એવું બને છે કે, હેડફોનના સ્પીકર બગડી જાય છે પણ તેનું માઇક્રોફોન (Mic) ચાલુ હોય છે. જો તમે કન્ટેન્ટ ક્રિએટર છો અથવા વૉઇસ ઓવર કરવા ઈચ્છો છો, તો નવું મોંઘું માઇક ખરીદવાને બદલે આ જૂના હેડફોનનો ઉપયોગ કરો. તેના માઇક દ્વારા તમે સ્પષ્ટ અવાજ રેકોર્ડ કરી શકો છો, જે તમારી યુટ્યુબ રીલ્સ કે વિડિયોમાં ખૂબ કામ લાગશે.

હેલ્મેટ માટે ઓડિયો સેટઅપ

જો તમે સાયકલિંગ કે બાઇકિંગના શોખીન હોવ, તો આ ટિપ્સ તમારા માટે છે. જૂના હેડફોનના સ્પીકર્સ કાઢીને તેને તમારા હેલ્મેટના પેડિંગમાં ફિટ કરી દો. આનાથી તમે મુસાફરી દરમિયાન નેવિગેશનના ઇન્સ્ટ્રક્શન અથવા મ્યુઝિક સાંભળી શકશો. સૌથી મોટો ફાયદો એ છે કે, આમાં કાન પૂરેપૂરા બંધ નથી થતા, જેથી આસપાસના ટ્રાફિકનો અવાજ પણ સંભળાય છે અને સુરક્ષા જળવાઈ રહે છે.

ટ્રાવેલિંગ માટે બેકઅપ વિકલ્પ

જ્યારે આપણે કોઈ ટ્રેકિંગ કે લાંબી મુસાફરી પર જઈએ છીએ, ત્યારે મોંઘા હેડફોન ખોવાઈ જવાનો કે તૂટી જવાનો ડર રહે છે. આવા સમયે જૂના હેડફોન સાથે રાખવા એ સમજદારી છે. જો મુસાફરી દરમિયાન તે ખરાબ થઈ જાય અથવા ખોવાઈ જાય, તો પણ તમને આર્થિક રીતે મોટું નુકસાન નહીં થાય અને તમારું કામ પણ ચાલતું રહેશે.

સમજદારીથી જૂના ગેજેટ્સને નવું રૂપ આપો

ટેકનોલોજીના જમાનામાં દરેક વસ્તુને ફેંકી દેવી જરૂરી નથી. થોડી સમજદારી વાપરીને આપણે જૂના ગેજેટ્સને નવું રૂપ આપી શકીએ છીએ. તો હવેથી હેડફોન ફેંકતા પહેલા આ રીતો ચોક્કસ અજમાવજો!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
TV રેટિંગમાં મોટો ફેરફાર
1 એપ્રિલથી બદલાઈ જશે ઓનલાઈન પેમેન્ટની રીત!
WhatsAppમાં આવશે નવું ધમાકેદાર ફીચર
YouTube Premium હવે 2 મહિના માટે બિલકુલ ફ્રી!
15,000 ના બજેટમાં Redmi, Realme અને Poco ના 5G ફોનમાંથી કયો બેસ્ટ?