Home Tech/Gadgets Dont Buy These 4 Old Gadgets Even By Mistake You Will Suffer Big Losses Know What Is The Reason

ભૂલથી પણ ન ખરીદતા આ 4 જૂના ગેજેટ્સ, થશે મોટું નુકસાન! : સસ્તાના ચક્કરમાં ક્યાંક તમારા મહેનતના પૈસા પાણીમાં ન જાય, જાણો શું છે કારણ

ભૂલથી પણ ન ખરીદતા આ 4 જૂના ગેજેટ્સ, થશે મોટું નુકસાન!
Published by: OBS Bureau
Last Updated: Feb 24, 2026, 12:15 PM IST

Don't buy these 4 old gadgets by mistake : આજના સમયમાં લોકો સ્માર્ટફોનની જેમ જ અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ સેકન્ડ હેન્ડ ખરીદવાનું પસંદ કરતાં હોય છે. ઓનલાઇન કે ઓફલાઇન માર્કેટમાં જૂની સ્માર્ટવોચ, એરપોડ્સ કે ડ્રોન ખૂબ જ સસ્તા ભાવે મળી રહે છે. સસ્તી કિંમત જોઈને આપણને તે ખરીદવાનું મન થાય છે, પરંતુ શું તમે જાણો છો કે, કેટલીક વસ્તુઓ જૂની ખરીદવી તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે? જાણો એવા ક્યાં ગેજેટ્સ ભૂલથી પણ સેકન્ડ હેન્ડ ન ખરીદવા જોઈએ.

સ્માર્ટવોચ : બેટરીની માથાકૂટ

જો તમે સ્માર્ટવોચ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો હંમેશા નવી જ ખરીદવી જોઈએ. જૂની સ્માર્ટવોચમાં સૌથી મોટી સમસ્યા તેની બેટરીની હોય છે. આ ઘડિયાળોમાં બેટરી ખૂબ જ નાની હોય છે, જે વારંવાર ચાર્જ કરવાને કારણે સમય જતાં નબળી પડી જાય છે. જો તમે જૂની વોચ લો છો, તો તેની બેટરી લાંબો સમય ચાલશે નહીં અને છેવટે તમારે નવી બેટરી નખાવવા માટે વધારાનો ખર્ચ કરવો પડશે.

ઇન-ઈયર હેડફોન : સ્વચ્છતા અને સ્વાસ્થ્ય

એરપોડ્સ કે ઈયરબડ્સ જેવી વસ્તુઓ ક્યારેય જૂની ન લેવી જોઈએ. તેનું મુખ્ય કારણ 'હાઈજીન' એટલે કે સ્વચ્છતા છે. બીજા કોઈએ વાપરેલા બડ્સમાં કાનનો કચરો અને બેક્ટેરિયા હોઈ શકે છે. ભલે તમે તેની ઉપરની રબર ટીપ્સ બદલી નાખો, પણ અંદરના ભાગને સંપૂર્ણ સાફ કરવો મુશ્કેલ છે. આ ઉપરાંત, જૂના હેડફોન્સમાં પણ બેટરી બેકઅપ ઓછો મળવાની સમસ્યા રહે છે.

જૂના SSD : ડેટા ગુમાવવાનું જોખમ

SSD (સોલિડ સ્ટેટ ડ્રાઇવ) આજકાલ ખૂબ લોકપ્રિય છે કારણ કે, તે ફાસ્ટ હોય છે. પણ તેને જૂની ખરીદવી જોખમી છે. SSD ની એક મર્યાદા હોય છે કે, તેમાં કેટલી વાર ડેટા સેવ કરી શકાય છે. જેમ જેમ તેનો ઉપયોગ વધે છે, તેમ તેના મેમરી સેલ્સ ખરાબ થવા લાગે છે. જૂની SSD કેટલો સમય વપરાઈ છે તે જાણવું મુશ્કેલ છે, તેથી તમારા મહત્વના ડેટા ગમે ત્યારે ડિલીટ થવાનું જોખમ રહે છે.

ડ્રોન : અદ્રશ્ય નુકસાન અને મોંઘો ખર્ચ

ડ્રોન એક એવું ગેજેટ છે જે ઉડતી વખતે ઘણી વાર અથડાય કે ક્રેશ થતું હોય છે. બહારથી જોતા ડ્રોન સારું લાગે પણ અંદરથી તેમાં કેટલી ખામી છે તે જાણી શકાતું નથી. વળી, ડ્રોનની બેટરીઓ પણ ખૂબ મોંઘી આવે છે. જો તમે સસ્તું ડ્રોન લો અને તેની બેટરી બદલવી પડે, તો તમને તે નવા ડ્રોન જેટલું જ મોંઘું પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now