Home Tech/Gadgets Do You Have Your Whatsapp Login On Your Office Computer Or Laptop

શું તમારા ઓફિસના કમ્પ્યુટર અથવા લેપટોપમાં તમારું WhatsApp લોગિન છે? : તો ધ્યાન રાખજો તમારી અંગત માહિતી અંગત નહીં રહે!

શું તમારા ઓફિસના કમ્પ્યુટર અથવા લેપટોપમાં તમારું WhatsApp લોગિન છે?
Published by: OBS Bureau
Last Updated: Aug 15, 2025, 11:09 AM IST

આજે WhatsAppનો ઉપયોગ ફક્ત પર્સનલ વાતો માટે જ નહીં, પરંતુ વ્યાવસાયિક હેતુઓ માટે પણ થાય છે. મોટી ઓફિસોમાં કામ કરતા લોકો તેમના કમ્પ્યુટર અથવા લેપટોપ પર WhatsApp વેબનો ઉપયોગ કરતા હોય છે. શું તમને તમારા ઓફિસ લેપટોપ પર WhatsApp વેબનો ઉપયોગ કરવાની આદત છે? તો આ આદત બદલો, કારણ કે ભારત સરકારના MeitY (ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય) દ્વારા એક સલાહ આપવામાં આવી છે. સરકારની આ સલાહ કારણ વગરની નથી; તેની પાછળ એક ચોંકાવનારું કારણ છે, જે જાણ્યા પછી, તમે તમારા ઓફિસ લેપટોપ પર WhatsAppનો ઉપયોગ કરવાનું પણ બંધ કરી શકો છો.

સરકારે કહ્યું કે, WhatsApp વેબનો ઉપયોગ ના કરશો

સરકારે કહ્યું કે, ઓફિસ સિસ્ટમ પર વ્યક્તિગત ચેટ અને ફાઇલોને ઍક્સેસ કરવી અનુકૂળ હોવા છતાં, ઓફિસ સિસ્ટમ પર WhatsApp વેબનો ઉપયોગ કરવાથી તમારી ઓફિસની IT ટીમ અને એડમિનિસ્ટ્રેટરને ખાનગી ચેટ્સનું ઍક્સેસ મળે છે. આ વિવિધ માધ્યમો દ્વારા શક્ય બની શકે છે, જેમ કે માલવેર, સ્ક્રીન-મોનિટરિંગ સોફ્ટવેર અથવા બ્રાઉઝર હાઇજેકિંગ. સરકારની આ ચેતવણી કાર્યસ્થળમાં વધતી જતી સાયબર સુરક્ષા ચિંતાઓ વચ્ચે આવી છે, કારણ કે સરકારની માહિતી સુરક્ષા જાગૃતિ ટીમે કોર્પોરેટ ઉપકરણો પર મેસેજિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાથી સંકળાયેલા જોખમોને બહાર પડ્યા છે.

કેવી રીતે તમારી માહિતી કંપનીને મળે છે?

માહિતી સુરક્ષા ટીમ નુસાર, ઘણી સંસ્થાઓ હવે WhatsApp વેબને સંભવિત સુરક્ષા જોખમ તરીકે જુએ છે, તેને માલવેર અને ફિશિંગ હુમલાઓ માટે પ્રવેશ દ્વાર માને છે જે સમગ્ર નેટવર્કને જોખમમાં મૂકી શકે છે. આ ઉપરાંત, એવું પણ સૂચવવામાં આવ્યું છે કે ઓફિસ Wifi નો ઉપયોગ કરવાથી કંપનીઓને કર્મચારીઓના ફોનનો પણ ઍક્સેસ મળી શકે છે, જે તમારા ખાનગી માહિતીને જોખમમાં મૂકી શકે છે.

સાવધાન રહો

જો WhatsApp વેબનો ઉપયોગ તમારા માટે મહત્વપૂર્ણ હોય, તો સરકારે કેટલીક સાવચેતી રાખવાની સલાહ આપી છે.

  • WhatsApp વેબનો ઉપયોગ કર્યા પછી લોગ આઉટ કરવાનું ભૂલશો નહીં.

  • કોઈ અજાણ્યા વ્યક્તિની લિંક પર ક્લિક કરતી વખતે સાવચેત રહો.

Disclaimer:

આ વાત સંપૂર્ણ પણે સત્ય હોવાનો offbeat દાવો કરતો નથી. આ ફક્ત એક જાણકારી માટે હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now