Home Gujarat Dna Samples Of Total Of 99 Deceased Have Been Matched 64 Bodies Have Been Handed Over To Their Families

અત્યાર સુધીમાં કુલ 99 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા : 64 મૃતદેહ પરિવારજનોને સોંપાયા! જાણો તમામ અપડેટ

અત્યાર સુધીમાં કુલ 99 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા
Published by: OBS Bureau
Last Updated: Jun 16, 2025, 02:09 PM IST

Ahmdabad Plan: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 99 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 64 મૃતદેહ પરિવારજનો સોંપાયા છે, એવું અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું.

મીડિયા બ્રીફિંગમાં વધુ વિગતો આપતા ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે ૨૪ પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, જ્યારે ૧૧ પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં છે એમ તેમણે ઉમેર્યું હતું.

ડો.રાકેશ જોશીએ જિલ્લા દીઠ સોંપવામાં આવેલા પાર્થિવ દેહોની વિગતો પૂરી પાડી હતી. જેમાં વડોદરાના ૧૧, અમદાવાદના ૧૯, આણંદના ૫, ભરૂચના ૪, ગાંધીનગરના ૫, મહેસાણાના ૪, ખેડાના ૩, સુરતના ૨ તથા બોટાદ, અરવલ્લી, જુનાગઢ, અમરેલી, મહીસાગર, ભાવનગર અને રાજકોટના ૧ તેમજ અન્ય રાજ્યોમાં ઉદેપુરના ૧, જોધપુરના ૧ અને મહારાષ્ટ્રના ૨ મૃતકોના પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now