શ્રાવણ માસના અંતિમ સોમવારે, દેશભરમાંથી શિવભક્તો સોમનાથ મહાદેવના દર્શને ઉમટી પડ્યા હતા. આ પાવન દિવસે દૂર-દૂરથી તેમજ પગપાળા યાત્રાળુઓએ આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.વહેલી સવારે પ્રાર્થના અને આરતીના સમયે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
શ્રાવણ માસના અંતિમ સોમવાર મહાદેવના દર્શને ઉમટી પડ્યા
વરસતા વરસાદમાં શિવ ભક્તો હર હર મહાદેવના નાદ સાથે સોમનાથ મહાદેવના દર્શને ઉમટયા છે.આ અલૌકિક પ્રસંગે, સ્વયં વરુણ દેવે સોમનાથ મહાદેવનો જલાભિષેક કર્યો, જેના દર્શન કરીને ભક્તજનો ભાવવિભોર થયા હતા.વહેલી સવારે 4 વાગ્યા થી સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર ખોલી દેવાતા શિવ ભક્તોએ મહાદેવના દર્શન માટે દોટ લગાવી હતી.
ભક્તોની લાંબી કતારો
ભગવાન સોમનાથને વિવિધ પ્રકારના ફૂલો, ચંદન અને ભસ્મથી સુંદર શૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો. આ વિશિષ્ટ શૃંગારના દર્શન માટે સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શ્રાવણ માસના આ અંતિમ સોમવારે સોમનાથનું વાતાવરણ ભક્તિ અને શ્રદ્ધાથી છલકાઈ રહ્યું હતું.






