Home National Delhi Truck Strike May 22 24 Impact Supplies

દિલ્હીમાં 3 દિવસ હડતાળની જાહેરાત : જરૂરી વસ્તુઓની સપ્લાય પર પડશે અસર, જાણો શું ખુલશે અને શું રહેશે બંધ

ટ્રેકની હડતાળની છબી
Image Credit: AI
Published by: Niraj Chokshi
Last Updated: May 07, 2026, 01:30 AM IST

દેશની રાજધાની દિલ્હીમાં આવનારા દિવસોમાં જનજીવન પર અસર પાડે તેવી મોટી હડતાળની જાહેરાત થઈ છે. ટ્રક યુનિયનોએ 22મેથી 24મે સુધી 3 દિવસીય હડતાળનું એલાન કર્યું છે જેના કારણે જરૂરી વસ્તુઓની સપ્લાય પર સીધી અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ હડતાળ ખાસ કરીને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં સરકાર દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયો સામે વિરોધ સ્વરૂપે જાહેર કરવામાં આવી છે. 3 દિવસ સુધી માલવાહક વાહનોની અવરજવર બંધ રહેવાની શક્યતા હોવાથી શહેરમાં સપ્લાય ચેન પર દબાણ વધશે.

હડતાળ પાછળના મુખ્ય કારણો

ટ્રક યુનિયનોનું મુખ્ય વાંધો પર્યાવરણ ક્ષતિપૂર્તિ શુલ્ક (ECC)માં કરવામાં આવેલા વધારો છે. ટ્રાન્સપોર્ટર્સનો દાવો છે કે આ વધારાથી તેમના ખર્ચમાં ભારે વધારો થશે અને વેપાર પર સીધી અસર પડશે સાથે જ BS-4 વાહનો પર દિલ્હી પ્રવેશ અંગેનો પ્રતિબંધ પણ એક મોટો મુદ્દો છે. યુનિયનનું કહેવું છે કે હજુ પણ ઘણા વાહનો કાર્યક્ષમ છે છતાં તેમને અચાનક પ્રતિબંધિત કરવાથી લાખો વાહનો અને ડ્રાઈવરો પ્રભાવિત થશે. ટ્રાન્સપોર્ટર્સે આ પણ આક્ષેપ કર્યો છે કે BS-6 જેવા પર્યાવરણમિત્ર વાહનો પર પણ ECC લાગુ કરવું અયોગ્ય છે, કારણ કે આ વાહનો પહેલેથી જ પ્રદૂષણના નિયમોનું પાલન કરે છે.

આ પણ વાંચો: 'સિન્થેટિક પનીર' પર સરકારની કડક કાર્યવાહી : FSSAIના નવા નિયમોથી 1000 કંપનિયોના લાયસન્સ થશે રદ

કઈ સેવાઓ પર પડશે અસર?

આ હડતાળનો સૌથી મોટો પ્રભાવ રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ પર જોવા મળી શકે છે. ખાસ કરીને ફળ-શાકભાજી, દૂધ, દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓની સપ્લાયમાં ખલેલ પહોંચવાની શક્યતા છે. દિલ્હીમાં દરરોજ હજારો ટ્રકો દ્વારા આ પ્રકારની વસ્તુઓની આવક થાય છે. જો 3 દિવસ સુધી ટ્રકોની અવરજવર અટકી જાય, તો બજારમાં પુરવઠો ઘટી શકે છે, જેના કારણે કિંમતોમાં વધારો અને કેટલીક જગ્યાએ અછત જેવી સ્થિતિ પણ ઉભી થઈ શકે છે.

બજાર અને સામાન્ય જનજીવન પર અસર

આ હડતાળનો સીધો અસર સામાન્ય લોકોની રસોડા અને ખિસ્સા પર પડશે. જો સપ્લાય ઘટશે, તો વેપારીઓ દ્વારા ભાવવધારો થવાની શક્યતા છે.હોલસેલ માર્કેટમાં માલ ઓછો પહોંચશે તો રિટેલ માર્કેટમાં તેની અસર ઝડપથી જોવા મળશે. ખાસ કરીને શાકભાજી અને દૂધ જેવી વસ્તુઓમાં તરત જ ફેરફાર જોવા મળી શકે છે. તેથી, જો હડતાળ લાંબી ખેંચાય, તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે અને સપ્લાય ચેનમાં વ્યાપક ખલેલ ઊભી થઈ શકે છે.

આ પણ વાંચો: CM બનવા જઈ રહેલા વિજય થલાપતિએ ખરીદ્યા છે આ ત્રણ કંપનીના શેર : પ્રાઈવેટ બેંકમાં કરાવી છે 85 કરોડની એફડી, જાણો વિગતે

સરકાર અને યુનિયન વચ્ચે સંવાદની સંભાવના

હાલમાં તમામ નજર સરકાર અને ટ્રક યુનિયનો વચ્ચે સંભવિત ચર્ચા પર છે. જો બંને પક્ષ વચ્ચે કોઈ સમજૂતી થઈ જાય તો હડતાળ ટળી શકે છે અથવા તેની અસર ઓછી થઈ શકે છે. જો કે ટ્રાન્સપોર્ટ સંગઠનોએ સંકેત આપ્યો છે કે જો તેમની માંગો સ્વીકારવામાં નહીં આવે તો આ હડતાળ આગળ પણ લંબાઈ શકે છે.

શું ખુલ્લું રહેશે અને શું બંધ?

હાલ સુધી કોઈ સત્તાવાર સૂચના નથી કે દુકાનો કે સેવાઓ બંધ રહેશે પરંતુ ટ્રકોની અવરજવર બંધ થવાથી સપ્લાય પ્રભાવિત થશે, જેના કારણે બજારમાં ઉપલબ્ધતા પર અસર જોવા મળશે આથી લોકો માટે જરૂરી વસ્તુઓનો જથ્થો અગાઉથી રાખવો જરૂરી બની શકે છે ખાસ કરીને દૂધ, શાકભાજી અને દવાઓ જેવી વસ્તુઓ પર અસર પડી શકે છે.

દિલ્હીમાં યોજાનારી આ 3 દિવસીય ટ્રક હડતાળ માત્ર ટ્રાન્સપોર્ટ ક્ષેત્રનો મુદ્દો નથી પરંતુ તેની સીધી અસર સામાન્ય જનજીવન પર પડશે. એક તરફ સરકાર પર્યાવરણને ધ્યાનમાં રાખીને નિયમો કડક કરી રહી છે તો બીજી તરફ ટ્રાન્સપોર્ટર્સ આને આર્થિક બોજ ગણાવી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે આ ટકરાવનો અંત કેવી રીતે આવે છે અને સામાન્ય લોકો પર તેનો કેટલો પ્રભાવ પડે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now