Vijay Investment: દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર વિજય થલાપતિ, જેમણે તાજેતરમાં જ તમિલનાડુના રાજકારણમાં સક્રિય એન્ટ્રી કરી છે, તેઓ માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ કમાણી અને રોકાણના મામલે પણ 'રિયલ લાઈફ હીરો' સાબિત થયા છે. જોકે, તેમની રોકાણ કરવાની પદ્ધતિ અન્ય સેલિબ્રિટીઝ કરતા થોડી અલગ અને સાવધ જોવા મળે છે. ચૂંટણી પંચને આપવામાં આવેલા સોગંદનામા મુજબ, વિજયની સંપત્તિ અને રોકાણના આંકડા ચોંકાવનારા છે.
શેરબજારમાં ઓછો રસ, માત્ર 3 કંપનીઓમાં રોકાણ
સામાન્ય રીતે અબજોની કમાણી કરતા સ્ટાર્સ મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજારમાં મોટું રોકાણ કરતા હોય છે, પરંતુ વિજય આ બાબતે ખૂબ જ અંતર જાળવી રહ્યા છે. વિજયનું કુલ ઇક્વિટી રોકાણ માત્ર ₹19.39 લાખ છે. તેમના કુલ રોકાણના આ માત્ર 0.04 ટકા હિસ્સો છે. તેમણે મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ કે ડિબેન્ચરમાં એક પણ રૂપિયો રોક્યો નથી.
પોતાની કંપનીમાં સૌથી વધુ વિશ્વાસ
વિજયે જે ત્રણ કંપનીના શેર ખરીદ્યા છે, તેમાં સૌથી મુખ્ય તેમની પોતાની જ કંપની છે. જયા નગર પ્રોપર્ટી પ્રાઇવેટ લિમિટેડ: વિજયે 1995માં આ રિયલ એસ્ટેટ કંપનીની સ્થાપના કરી હતી. તેઓ પોતે આ કંપનીના MD છે. રસપ્રદ વાત એ છે કે, આ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં તેમની પત્ની સંગીતા ઉપરાંત તેમના વર્ષો જૂના ડ્રાઈવર અને પર્સનલ આસિસ્ટન્ટ રાજેન્દ્રન પણ સામેલ છે. ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB): આ એક લિસ્ટેડ કંપની છે, જેમાં વિજયે રોકાણ કર્યું છે. સન પેપર મિલ લિમિટેડ: આ કંપની શેરબજારમાં લિસ્ટેડ નથી અને તે જાણીતું અખબાર 'ધ ડેઇલી થાંથી' પણ પ્રકાશિત કરે છે.
New LPG Rule: હવે એક ઘર માટે LPG અને PNG બંને કનેક્શન નહીં? : સરકારે લાગુ કર્યા નવા નિયમો
બેંકનું નામ | FD ની રકમ (આશરે) |
એક્સિસ બેંક (Axis Bank) | ₹40 કરોડ |
ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) | ₹25 કરોડ |
HDFC બેંક | ₹20 કરોડ |
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) | ₹15 કરોડ |
બેંક FD માં અઢળક રોકાણ
શેરબજારમાં જોખમ લેવાને બદલે વિજયે સુરક્ષિત રોકાણ તરીકે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વધુ ભાર મૂક્યો છે. તેમની પાસે વિવિધ બેંકોમાં ₹100 કરોડ જેટલી માતબર રકમની FD છે. વિજય થલાપતિના પોર્ટફોલિયો પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ જોખમી રોકાણ કરતા સ્થિરતા અને સુરક્ષિત વળતરમાં વધુ માને છે. રાજકારણમાં પ્રવેશ્યા બાદ હવે તેમની આ આર્થિક વ્યૂહરચના પણ ચર્ચાનો વિષય બની છે.





