Delhi Riots 2020 Case: દિલ્હીમાં આમ આદમી પાર્ટીના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને આઈબી (IB) અધિકારી અંકિત શર્માના મર્ડર કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ કેસમાં કડકડડૂમા કોર્ટે કુલ પાંચ લોકોને દોષિત ઠેરવ્યા છે, જ્યારે 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરીને મુક્ત કર્યા છે. કોર્ટે સેક્શન 302, 165, 188, 153A, 147, 148 હેઠળ તમામ 5 લોકોને દોષિત ઠેરવ્યા છે. દિલ્હીમાં 2020માં થયેલા રમખાણો દરમિયાન અંકિત શર્માની હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં તાહિર હુસૈન સહિત 11 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. 6 વર્ષના લાંબા ગાળા બાદ અંકિત શર્માના પરિવારને ન્યાય મળ્યો છે.
આ ઘટના 25 ફેબ્રુઆરી 2020ની છે, જ્યારે અંકિત શર્મા ઓફિસેથી ઘરે આવ્યા હતા. કોઈ કામસર તેઓ ફરીથી બહાર નીકળ્યા અને ત્યારબાદ ક્યારેય ઘરે પાછા ન ફર્યા. પરિવારે તેમની શોધખોળ શરૂ કરી ત્યારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમનો મૃતદેહ ચાંદ બાગ પુલિયા વિસ્તારમાં આવેલી મસ્જિદ નજીકના એક નાળામાંથી મળી આવ્યો હતો. આ મામલો માત્ર એક હત્યાનો ન હતો, પરંતુ રમખાણોની વચ્ચે રચાયેલા એક ઊંડા અને ભયાનક ષડયંત્રનો ભાગ હતો, જેણે દેશની સુરક્ષા એજન્સીઓ અને સામાન્ય જનતા બંનેને હચમચાવી દીધા હતા. ચાલો ક્રમશઃ સમજીએ કે 25 ફેબ્રુઆરી 2020ની એ કાળી સાંજે શું બન્યું હતું, પોલીસે તપાસમાં શું શોધી કાઢ્યું અને અદાલતમાં અત્યાર સુધી કઈ કઈ કાનૂની લડાઈઓ લડાઈ.
ટ્રેનની અંદર પૂજા કેમ યોજાઈ? : વાયરલ વીડિયો પર નોર્ધર્ન રેલવેએ આપ્યો ખુલાસો, જાણો શું છે સમગ્ર મામલો
25 ફેબ્રુઆરી 2020ના રોજ શું થયું હતું?
નાગરિકતા સુધારો કાયદો (CAA) અને NRCના વિરોધ તથા સમર્થનને લઈને ફેબ્રુઆરી 2020માં ઉત્તર-પૂર્વી દિલ્હી સળગી રહી હતી. ચાંદ બાગ, ખજૂરી ખાસ અને મુસ્તફાબાદ જેવા વિસ્તારો હિંસાની આગમાં લપેટાયેલા હતા. પથરાવ, આગજની અને ગોળીબારના અવાજો વચ્ચે ચારેય તરફ ચીસાચીસ મચી ગઈ હતી. આ ભયના માહોલ વચ્ચે, IBમાં તૈનાત 26 વર્ષના અંકિત શર્મા 25 ફેબ્રુઆરીની સાંજે પોતાની ઓફિસેથી ઘરે પરત ફર્યા હતા. ઘરની બહાર વાતાવરણ અત્યંત તંગ હતું.
સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓ અને પોલીસ ચાર્જશીટ મુજબ, અંકિત શર્મા શેરીમાં હિંસક ભીડને શાંત કરવા અને લોકોને સમજાવવાના હેતુથી ઘરની બહાર નીકળ્યા હતા. તેઓ ચાંદ બાગ પુલિયા પાસે પહોંચ્યા, જ્યાં તોફાની તત્વો આતંક મચાવી રહ્યા હતા. સાંજના સમયે અચાનક ચાંદ બાગ પુલિયા પાસે આવેલી મસ્જિદ અને તાહિર હુસૈનના ઘરની નજીક સક્રિય હિંસક ભીડે અંકિત શર્માને ઘેરી લીધા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ભીડ 'હિન્દુ-હિન્દુ' બૂમો પાડતી આગળ વધી. અંકિત શર્માએ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને નિર્દયતાથી ઢસડીને તાહિર હુસૈનના ઘર પાસે લઈ જવામાં આવ્યા. ત્યાં તેમના પર ધારદાર હથિયારોથી ઉપરાછાપરી વાર કરવામાં આવ્યા અને હત્યા કર્યા બાદ તેમની લાશને નજીકના જ ખજૂરી ખાસ નાળામાં ફેંકી દેવામાં આવી.
લાશ મળતાની સાથે જ ક્રૂરતાની પરતો ખુલી
બીજા દિવસે, એટલે કે 26 ફેબ્રુઆરી 2020ના રોજ, અંકિતના પિતા રવિન્દર કુમાર (જેઓ પોતે પોલીસમાં રહી ચૂક્યા છે) એ દયાલપુર પોલીસ સ્ટેશનમાં તેમના પુત્રના ગુમ થવાની ફરિયાદ નોંધાવી. શોધખોળ દરમિયાન સ્થાનિક યુવકોએ જણાવ્યું કે એક યુવકને મારીને નાળામાં ફેંકી દેવાયો છે. જ્યારે પોલીસે ડાઇવર્સ (ગોતાખોરો)ની મદદથી ખજૂરી ખાસ નાળામાંથી અંકિતનો મૃતદેહ બહાર કાઢ્યો, ત્યારે આખો દેશ સ્તબ્ધ થઈ ગયો.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જે ખુલાસા થયા તે માનવતાને શરમાવે તેવા હતા. અંકિત શર્માના શરીર પર ચપ્કુ અને અન્ય ધારદાર હથિયારોના 51 ઊંડા ઘાના નિશાન હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, તેમના ફેફસાં અને મગજ પર એટલા ઘાતક વાર કરવામાં આવ્યા હતા કે અતિશય લોહી વહી જવાને કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. ઓળખ ભૂંસવા અને પુરાવાનો નાશ કરવાના હેતુથી મૃતદેહને ગંદા નાળાના કાદવમાં ફેંકી દેવામાં આવ્યો હતો.
તાહિર હુસૈન અને અન્ય 10 આરોપીઓ
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ મામલાની તપાસ કરી ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસે પોતાની તપાસમાં આપના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને આ સમગ્ર હત્યાકાંડનો મુખ્ય સુત્રધાર અને માસ્ટરમાઇન્ડ ગણાવ્યો હતો. પોલીસનો દાવો હતો કે તાહિર હુસૈનનું ઘર રમખાણખોરોનો અડ્ડો બન્યું હતું, જ્યાંથી એસિડની બોટલો, ગોફણ અને પથ્થરો મળી આવ્યા હતા. માર્ચ 2023માં કોર્ટે તાહિર હુસૈન સહિત કુલ 11 આરોપીઓ સામે ઔપચારિક રીતે હત્યા, રમખાણો ભડકાવવા અને ગુનાહિત ષડયંત્રની કલમો હેઠળ આરોપો નક્કી કર્યા હતા.
આ કેસના આરોપીઓ જેમને આજે સજા મળી:
તાહિર હુસૈન
નજીમ
કાસિમ
અનસ
જાવેદ
આરોપીઓ જે નિર્દોષ છૂટ્યા:
હસીન ઉર્ફે મુલ્લાજી ઉર્ફે સલમાન
સમીર ખાન
ફિરોઝ
ગુલફામ
શોએબ આલમ ઉર્ફે બોબી
મુંતજિમ ઉર્ફે મૂસા
પાંચ મહિના બાદ ફરી વધી મોંઘવારી : જૂનમાં રિટેલ ઈન્ફ્લેશન RBIના 4% લક્ષ્યાંકને વટાવી ગયું
કોર્ટમાં અત્યાર સુધી શું-શું થયું?
અદાલતમાં આ મામલો લાંબા સમય સુધી કાનૂની દાવપેચમાંથી પસાર થયો. આરોપીઓ તરફથી ઘણી વખત જામીન અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તાજેતરમાં, સપ્ટેમ્બર 2025 માં, દિલ્હી હાઈકોર્ટે તાહિર હુસૈનની જામીન અરજી એવું કહીને ફગાવી દીધી હતી કે આ એક યુવાન ગુપ્તચર અધિકારીની બર્બર હત્યાનો અત્યંત ચોંકાવનારો મામલો છે, જેમાં જામીનનો કોઈ આધાર બનતો નથી.
કોર્ટરૂમની અંદર બંને પક્ષોની મુખ્ય દલીલો
સરકારી વકીલ (પ્રોસિક્યુશન)ની દલીલો
સરકારી વકીલે કોર્ટમાં સ્પષ્ટ કર્યું કે આ કોઈ અચાનક બનેલી ઘટના નહોતી. આરોપીઓનો સામાન્ય હેતુ અને ઊંડું ષડયંત્ર બહુમતી સમુદાયના લોકોને નિશાન બનાવવાનો હતો. અંકિત શર્મા ત્યાં એકલા પડી ગયા હોવાથી ભીડે તેમને ઓળખીને પકડી લીધા હતા. કોર્ટે આરોપો નક્કી કરતી વખતે પણ ટિપ્પણી કરી હતી કે તાહિર હુસૈને ભીડને ઉશ્કેરી હતી. જ્યારે અંકિત ભીડ તરફ આગળ વધ્યા, ત્યારે તાહિર હુસૈનના ઈશારે જ તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. પોલીસે કોર્ટ સમક્ષ ઘણા સ્થાનિક સાક્ષીઓના નિવેદનો, સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ રેકોર્ડ્સ રજૂ કર્યા, જે સાબિત કરે છે કે ઘટના સમયે તમામ આરોપીઓ ઘટનાસ્થળની આસપાસ જ હાજર હતા અને એકબીજાના સંપર્કમાં હતા.
આરોપીઓના વકીલની દલીલો
તાહિર હુસૈનના વકીલોએ સતત દલીલ કરી હતી કે તેમને રાજકીય દ્વેષના કારણે ફસાવવામાં આવ્યા છે. રમખાણો વખતે તેઓ પોતે પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેમણે પોલીસને પણ ફોન કર્યો હતો. બચાવ પક્ષનું કહેવું હતું કે પોલીસ પાસે એવો કોઈ સીધો વીડિયો કે અન્ય પુરાવા નથી જે દર્શાવે કે તાહિર હુસૈન કે અન્ય આરોપીઓએ પોતાના હાથે અંકિત શર્મા પર ચપ્કુથી વાર કર્યા હતા. તેઓ માત્ર ભીડનો હિસ્સો હોવાના આધારે તમામને હત્યારા ન ઠેરવી શકે.
અદાલતની અગાઉની મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
મામલાની ગંભીરતાને જોતા અગાઉ એડિશનલ સેસન્સ જજે આરોપો નક્કી કરતી વખતે એક અત્યંત કડક ટિપ્પણી કરી હતી, જેણે આ કેસની દિશા નક્કી કરી દીધી હતી. અદાલતે કહ્યું હતું કે: "એ જરૂરી નથી કે ષડયંત્ર ખાસ કરીને માત્ર અંકિત શર્માને જ મારવા માટે રચાયું હોય. જ્યારે આરોપી વ્યક્તિઓ હિન્દુઓને મારવાના સામાન્ય હેતુ અને ષડયંત્ર હેઠળ કામ કરી રહ્યા હતા, ત્યારે તેમાં અંકિત શર્માની હત્યા પણ સામેલ થઈ ગઈ. અંકિતને એટલા માટે મારવામાં આવ્યા કારણ કે તેઓ હિન્દુ હતા અને તે સમયે ત્યાં એકલા પડી ગયા હતા."
રામ મંદિર ટ્રસ્ટે બહાર પાડી CEOની ભરતી : ઉંમરથી લઈને લાયકાત સુધી જાણો તમામ વિગતો





