દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ પછી રાજધાનીમાં સુરક્ષા કડક બનાવાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, પીએમ નરેન્દ્ર મોદી આજે વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને મળવા માટે લોકનાયક હોસ્પિટલની મુલાકાત લીધી.
પીએમ મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે આસપાસના વિસ્તારોમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ITO વિસ્તારના બહાદુર શાહ ઝફર માર્ગ પર પાર્ક કરાયેલા તમામ વાહનોને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. પોલીસના સૂચન મુજબ, માર્ગ પર આવેલ દુકાનો અને વેપારી એકમોને તાત્કાલિક બંધ રાખવા સૂચના અપાઈ છે.
દિલ્હી પોલીસએ જાહેર ચેતવણી આપી છે કે જો આગામી 20 મિનિટમાં વાહનો ખાલી નહીં કરવામાં આવે, તો તેમને ક્રેનની મદદથી ઉપાડવામાં આવશે. પોલીસની PCR વાન દ્વારા સતત એલર્ટ અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહી છે જેથી વિસ્તાર સંપૂર્ણપણે સુરક્ષિત રહે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, પીએમ મોદીની મુલાકાત દરમિયાન હોસ્પિટલની અંદર અને બહાર બંને જગ્યાએ NSG અને સ્પેશિયલ સેલની ટીમ તૈનાત રહી. સુરક્ષા એજન્સીઓએ હાઈ લેવલ મોનિટરિંગ શરૂ કર્યું છે અને વિસ્ફોટ પાછળના તત્વોને શોધવા માટે તપાસ ચાલુ છે.
દિલ્હીના મુખ્ય માર્ગો પર વાહન ચેકિંગ વધારવામાં આવ્યું છે, અને લાલ કિલ્લા વિસ્તારની આસપાસના માર્ગો પર ટ્રાફિકને સમયસર ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે.




















