Home International Iran America Conflict Uss Abraham Lincoln Missile Attack

પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળા વધુ વિકરાળ બની : જાણો, અમેરિકના કયા યુદ્ધજહાજ પર ઈરાની સેનાએ કર્યો હુમલો?

USS Abraham Lincoln
Published by: Vishal Dave
Last Updated: Mar 25, 2026, 04:39 PM IST

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાને અમેરિકાના શક્તિશાળી યુદ્ધજહાજ USS Abraham Lincoln પર હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે. ઈરાની સૈન્ય દળોએ દાવો કર્યો છે કે દરિયાકાંઠાના વિસ્તારમાંથી છોડવામાં આવેલી ક્રુઝ મિસાઈલોએ સીધું જ અમેરિકી નૌકાદળના આ જહાજને નિશાન બનાવ્યું છે. આ ઘટના બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ઈરાન તથા અમેરિકા સામસામે આવી ગયા છે.

અમેરિકાની શાંતિની અપીલ અને ઈરાનની ગર્જના

ઈરાની નેવીના કમાન્ડરે ખુલ્લી ચેતવણી ઉચ્ચારી છે કે જો USS Abraham Lincoln તેમની મિસાઈલની મર્યાદામાં આવશે તો તેને ચોક્કસપણે નષ્ટ કરવામાં આવશે. ઈરાની એજન્સીઓ આ અમેરિકી જહાજની દરેક હિલચાલ પર ઝીણવટભરી નજર રાખી રહી છે. બીજી તરફ અમેરિકાએ હજુ સુધી આ હુમલા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કે ઈનકાર કર્યો નથી. જોકે અમેરિકા હાલમાં વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવાની દરખાસ્ત રજૂ કરી રહ્યું છે પરંતુ ઈરાન કોઈપણ કાળે ઈઝરાયેલને બક્ષવાના મૂડમાં જણાતું નથી.

ઈઝરાયેલના અનેક શહેરોમાં મિસાઈલ મારો

ઈરાને માત્ર અમેરિકા જ નહીં પરંતુ ઈઝરાયેલના મુખ્ય શહેરોમાં પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે. Tel Aviv, Haifa, Bnei Brak અને Petah Tikva જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં મિસાઈલો પડવાને કારણે મોટી ઈમારતો ધરાશાયી થઈ હોવાના અહેવાલો છે. હુમલાની તીવ્રતા એટલી વધારે હતી કે અનેક લોકો ઘાયલ થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ વિનાશની તસવીરો વાયરલ થઈ રહી છે જેની સત્તાવાર તપાસ હાલમાં ચાલી રહી છે.

ઘાતક મિસાઈલ ટેકનોલોજીનો ઉપયોગ

છેલ્લા 24 કલાક દરમિયાન કરવામાં આવેલા હુમલામાં ઈરાને પોતાની અત્યાધુનિક બેલિસ્ટિક મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કર્યો હોવાનું માનવામાં આવે છે. આ હુમલાઓમાં Fattah-2, Sejil, Emad અને Khorramshahr-4 જેવી નવી પેઢીની ઘાતક મિસાઈલો છોડવામાં આવી છે. ઈરાનનો દાવો છે કે આ તેની સૌથી શક્તિશાળી મિસાઈલો છે જે કોઈપણ સંરક્ષણ પ્રણાલીને ભેદવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઈલોના ઉપયોગથી યુદ્ધ વધુ લાંબુ અને વિનાશક બને તેવી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
યુદ્ધની અસર હવે સીધી ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર
અમેરિકાના શસ્ત્રાગારમાં મિસાઈલોની અછત વર્તાઈ
બાળકો માટે 'જોખમી' છે ફેસબુક-ઇન્સ્ટાગ્રામ?
ઈઝરાયેલનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર