Home International Middle East War Impact India Crude Oil Dry Fruits Prices Rise

યુદ્ધની અસર હવે સીધી ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર : સપ્લાય ચેઈન ખોરવાતા આ ચીજવસ્તુઓના ભાવમાં ભડકાની ભીતિ

India Inflation
Published by: Vishal Dave
Last Updated: Mar 25, 2026, 05:12 PM IST

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવની અસર માત્ર સરહદો સુધી સીમિત નથી રહી, પરંતુ તેની સીધી અસર હવે તમારી રસોઈ અને માસિક બજેટ પર જોવા મળી શકે છે. Iran, Israel અને US War ના કારણે ઈંધણની સાથે રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ જેવી કે દવાઓ અને ખાદ્ય સામગ્રીના ભાવમાં વધારો થવાની શક્યતા છે. આ આર્થિક સંકટ પાછળનું મુખ્ય કારણ સપ્લાય ચેઈનમાં પડતો ભંગાણ છે, જેની અસર દરેક ગ્રાહકે સમજવી અનિવાર્ય છે.

પેટ્રોલ, ડીઝલ અને CNG ના ભાવમાં થઈ શકે છે વધારો

મિડલ ઈસ્ટમાં તણાવની સૌથી પહેલી અને ગંભીર અસર Crude Oil અને કુદરતી ગેસ પર પડશે. વિશ્વનો અંદાજે 20% તેલ પુરવઠો Strait of Hormuz ના માર્ગે પસાર થાય છે. યુદ્ધના કારણે આ દરિયાઈ માર્ગ પ્રભાવિત થતા આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ વધશે, જેના પરિણામે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને CNG મોંઘા થવા નક્કી છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાથી બજારની દરેક નાની-મોટી વસ્તુના ભાવમાં ઉછાળો આવશે.

ડ્રાય ફ્રૂટ્સ અને ખેતીના સાધનો પર સંકટ

ભારતમાં સૂકા મેવા મોટો જથ્થો ઈરાન અને તેની આસપાસના દેશોમાંથી આયાત કરવામાં આવે છે. બદામ, પિસ્તા અને ખજૂર જેવા ડ્રાય ફ્રૂટ્સની સપ્લાય ઘટતા જથ્થાબંધ બજારોમાં અત્યારથી જ ભાવ વધવા લાગ્યા છે. આ સિવાય ભારત ખેતી માટે જરૂરી ખાતર, ખાસ કરીને Urea અને DAP માટે મિડલ ઈસ્ટ પર નિર્ભર છે. યુદ્ધના કારણે ખાતરની સપ્લાય ચેઈન તૂટતા ખેતી ખર્ચ વધશે, જે આખરે અનાજ અને શાકભાજીના ભાવમાં વધારો કરી સામાન્ય માણસની થાળી સુધી પહોંચશે.

પેકેજિંગ મટીરીયલ અને FMCG સેક્ટરમાં 40%નો ઉછાળો

યુદ્ધની અસર પરોક્ષ રીતે પેકેજિંગ મટીરીયલ પર પણ પડી રહી છે. PET રીઝન અને અન્ય પેકિંગ સામગ્રીના ખર્ચમાં 40% સુધીનો વધારો થવાની આશંકા છે. પ્લાસ્ટિકની બોટલોથી લઈને ખાદ્ય પેકેટો સુધીના ઉત્પાદન ખર્ચમાં વધારો થતા સાબુ, તેલ અને બિસ્કિટ જેવા FMCG પ્રોડક્ટ્સના ભાવ કંપનીઓ વધારવા મજબૂર બનશે. આ ઉપરાંત દવાઓના ઉત્પાદનમાં વપરાતા રસાયણો અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોની સપ્લાય પ્રભાવિત થતા આરોગ્ય સેવાઓ અને ટેકનોલોજી પણ મોંઘી થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમેરિકાના શસ્ત્રાગારમાં મિસાઈલોની અછત વર્તાઈ
પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળા વધુ વિકરાળ બની
બાળકો માટે 'જોખમી' છે ફેસબુક-ઇન્સ્ટાગ્રામ?
ઈઝરાયેલનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર