દિલ્હી એરપોર્ટ પર બોમ્બ ધમકીથી ખળભળાટ મચી ગયો છે. જોકે, તપાસમાં તે એક ફેક હોવાનું બહાર આવ્યું છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડને આજે સાંજે 4 વાગ્યે દિલ્હી એરપોર્ટ ટર્મિનલ 3 પર બોમ્બ ધમકી મળી હતી. તપાસમાં તે એક ફેંક મેસેજ સાબિત થયો છે. ઈન્ડિગોના ફરિયાદ પોર્ટલ પર ઈમેલ પ્રાપ્ત થયો હતો, જેમાં દિલ્હી, ચેન્નાઈ અને ગોવા સહિત અન્ય ઘણા એરપોર્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. માહિતી બાદ તમામ સ્થળોએ સાવચેતી તપાસ હાથ ધરવામાં આવી હતી.
એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટને ધમકી મળી
એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વારાણસી જતી તેમની એક ફ્લાઇટ પર ધમકી મળી હતી. પ્રોટોકોલ મુજબ સરકાર દ્વારા નિયુક્ત બોમ્બ ધમકી મૂલ્યાંકન સમિતિને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક તમામ જરૂરી સુરક્ષા પગલાં શરૂ કરવામાં આવ્યા હતા. ફ્લાઇટ સુરક્ષિત રીતે ઉતરી ગઈ અને બધા મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા. વિમાનનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
ભારતના પાંચ એરપોર્ટ હાઈ એલર્ટ
માહિતી અનુસાર, અહેવાલમાં જણાવાયું છે કે, ઈન્ડિગોએ બોમ્બ ધમકીની જાણ કર્યા બાદ દિલ્હી અને મુંબઈ સહિત ભારતના પાંચ એરપોર્ટને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.




















