દાહોદ જિલ્લાના ઝાલોદ સબજેલમાં એક કાચા કામના કેદીએ આપઘાત કરતા જેલ તંત્રમાં ભારે ખળભળાટ મચ્યો છે. ઝાલોદના થેરકા ગામના રહેવાસી અને નકલી ચલણી નોટોના ગુનામાં ઝાલોદ સબજેલમાં કાચા કામના કેદી તરીકે બંધ આરોપીએ સબજેલની બેરેકમાં ચાદર વડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
દાહોદ જિલ્લાના ઝાલોદના થેરકા ગામના રહેવાસી શુક્લાભાઈ જવલાભાઈ સંગાડા રાજસ્થાનના આનંદપુરી અને ફતેપુરામાં નકલી નોટના કિસ્સામાં સંડોવાયેલો હતો. હાલ ઝાલોદ સબજેલમાં કાચા કામમાં કેદી તરીકે જેલમાં રાખવામાં આવ્યો હતો. આ કાચા કામના કેદી શુક્લાભાઈ જવલાભાઈ સંગાડા એ આજે સબજેલની બેરેકમાં ચાદર વડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા જેલ તંત્ર તેમજ અન્ય કેદીઓમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સહિત એલસીબીની ટીમ તાત્કાલિક સબજેલ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી સુરત મનપા.: AAP એ 75 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા, જુઓ તમારી વોર્ડની યાદી






