Home Gujarat Dahod Private School In Limkheda Collects 5000 From Lc

લીમખેડાની ખાનગી સ્કૂલે LCના રૂપિયા 5000 વસૂલ્યા! : શિક્ષણ મંત્રી કહ્યું 'LC માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી, તપાસ કરાશે'

લીમખેડાની ખાનગી સ્કૂલે LCના રૂપિયા 5000 વસૂલ્યા!
Published by: OBS Bureau
Last Updated: Aug 13, 2025, 09:36 AM IST

દાહોદમાં ખાનગી શાળાની ઉઘાડી લૂંટ સામે આવી છે. લીમખેડાની ખાનગી સ્કૂલે LCના વાલી પાસેથી 5000 રૂપિયા વસૂલ્યાનો વીડિયો સામે આવ્યો છે. જાગૃત વાલીએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા શિક્ષણ વિભાગ સુધી રેલો આવ્યો છે.


સાંસદની સંસ્થા દ્વારા સંચાચિત શાળામાં LCના પૈસા લીધા!

જે શાળા દ્વારા LCના 5000 રૂપિયા વસૂલ્યા છે તે શાળા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની સંસ્થા દ્વારા સંચાલિત હોવાની વિગતો સામે આવી છે. સ્કૂલ ઓફ સાયન્સના સંચાલકનો LC કાઢવા 5000 રૂપિયા માંગતો વીડિયો વાઇરલ થતાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સ્પષ્ટતા કરી છે.


''LC લેવા જાય ત્યારે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી''

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે, ''ગુજરાતની કોઈ પણ શાળામાં LC લેવા જાય ત્યારે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. જો કોઈ લેતા હોય તો એ અલિગલી છે. જો કોઈ સાથે આવું બને છે તો જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરી શકે છે.


''આ મામલે શિક્ષણ વિભાગ તપાસ કરશે''

વધુમાં શિક્ષણ મંત્રીએ કહ્યું કે, ''ઘણી શાળાઓની આવી કમ્પેલન આવેલી છે અને આવતી હોય પણ છે, ત્યારે આજે મને મીડિયા મારફતે જાણવા મળ્યું છે, ત્યારે અગાઉની ફી બાકી હોય કે, અન્ય કોઈ વાત જુદી છે પરંતુ LCનું એક રૂપિયો પણ કોઈ માંગી શકે નહીં. ત્યારે આ મામલે શિક્ષણ વિભાગ તપાસ કરશે''

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now