Home Gujarat Ahmedabad Crime News Ahmedabad Jivraj Bridge Attack Case Updates

‘અમારા દીકરાની હત્યા થઈ અમે પણ સામે જીવ લઈ લઈશું’ : મૃતકના ભાઈનો આક્રોશ! પુત્રવધૂના પરિવારે ઢાળી દીધું વેવાઈનું ઢીમ

ahmedabad crime news
Published by: Vishal Dave
Last Updated: May 03, 2026, 07:15 AM IST

Ahmedabad Crime News: અમદાવાદ શહેરના જીવરાજબ્રિજ નીચે એક શખ્સ પર પાઈપો, લાકડીઓ અને ધોકા વડી હુમલો કરવામાં આવ્યો હતો. જેના સીસીટીવી ફટેજ સામે આવતા ચકચાર મચી છે. અમદાવાદ પોશ વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે. આ ઘટનામાં હવે પારિવારિક ઝઘડો હોવાનું કારણ સામે આવ્યું છે. જેમાં મતૃકના ભાઈએ મીડ઼િયા સમક્ષ એવું નિવેદન આપ્યું છેકે, ‘અમારા દીકરાની હત્યા થઈ અમે પણ સામે જીવ લઈ લઈશું’. આ નિવેદન બાદ માહોલ ગરમાયો છે. મૃતકના સ્વજનોએ આરોપીના ઘર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. હાલ ત્યાં પોલીસ પ્રોટેક્શન ગોઠવી દેવામાં આવ્યું છે.

મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે હું કાલે ઘરે હતો ત્યારે મને એક વ્યક્તિએ બોલાવ્યો હતો તેથી હું ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે મારો ભાઈ લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. જેને અમે લોકો માથામાં દુપટ્ટા બાંધીને રિક્ષામાં બેસાડી સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન મોડી રાત્રે મારા ભાઈનું મોત થયું છે. મારા ભાઈની હત્યા થઈ હવે અમે પણ સામે એમના દીકરાનો જીવ લઈ લઈશું.

આ પણ વાંચોઃ અમદાવાદમાં 22 સેકન્ડમાં પાઇપના 36 ફટકા મારી હત્યા : પોશ વિસ્તારમાં બનેલી ઘટનાના CCTVથી શહેરમાં ફફડાટ

રાજીવનગરથી જીવરાજ તરફ જતો રસ્તો બંધ કરવો પડ્યો

ઉલ્લેખનીય છેકે, મૃતક નટુ પરમારની પુત્રવધૂના પરિવારે પારિવારિક વિવાદમાં આ હત્યાને અંજામ આપ્યો હોવાનો આક્ષેપ મૃતકની બહેન દ્વારા કરવામાં આવ્યો છે. ઘટના બાદ આક્રોશિત પરિવારજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને દારૂ-જુગારની પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ રાજીવનગરથી જીવરાજ તરફ જતો રસ્તો પણ બંધ કરી દીધો હતો અને આરોપીઓના ઘરે તોડફોડ પણ કરી હતી.

મૃતકની બહેને મૃતકની પુત્રવધૂના પરિવાર પર લગાવ્યો આરોપ

મૃતકની બહેનનું કહેવું છે કે મૃતકના દીકરા કૌશિકની પત્ની પિયરમાં રહેતી હતી. કૌશિકની પત્નીને પિયરના લોકો બંગલે કામ કરવા લઈ જતા હતા જે બાબતે રોકટોક કરી હતી. જેથી કૌશિકની પત્નીના પિયરના લોકોએ અગાઉ મૃતકના ઘર પર હુમલો કર્યો હતો અને ગઈકાલે નટુભાઇની હત્યા કરવામાં આવી છે.

હત્યાની ઘટના અંગે પોલીસે શું કહ્યું?

શહેરના જીવરાજબ્રિજ નીચે બનેલા હત્યાના બનાવ અંગે પોલીસે પણ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. આ ઘટના અંગે એસીપી એસ.એમ.પટેલે જણાવ્યું છેકે, અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીવરાજબ્રિજ પાસે ગઈકાલે રાત્રે સાડા આઠ વાગ્યે એક હત્યાનો બનાવ બન્યો હતો. 52 વર્ષીય મૃતક નટુભાઈ પરમારના દીકરા કૌશિકે ચાર વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. છેલ્લા છ મહિનાથી તેની પત્ની પિયરમાં હતી અને પરત આવતી નહોતી. આ બાબતે થયેલી બોલાચાલી અને અદાવતમાં આરોપીઓએ નટુભાઈ પર લોખંડની પાઇપ અને લાકડાના ડંડાથી હુમલો કર્યો હતો, જેમાં તેમનું મોત નીપજ્યું હતું. આરોપી કનુ ઉર્ફે કાંતિ લેલી, હસમુખ અને અન્ય બે વ્યક્તિઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી પોલીસ તપાસ કરી રહી છે.

આ શહેરના જીવરાજબ્રિજ નીચે હત્યાનો બનાવ બન્યો હતો. ગઇકાલે બીજી મે ના રોજ ચાર અસામાજિક તત્વોએ ભેગા મળીને લાકડી અને લોખંડની પાઇપ વડે હુમલો કરી એક શખસને ઇજાગ્રસ્ત કર્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now