Home Gujarat Corona Virus 95 New Cases In Gujarat In A Single Day

CORONA VIRUS : એક જ દિવસમાં ગુજરાતમાં 95 નવા કેસ

CORONA VIRUS
Published by: OBS Bureau
Last Updated: Jun 02, 2025, 06:00 PM IST

રાજ્યમાં ફરીથી કોરોના વાયરસના કેસોમાં વધારો નોંધાયો છે. રાજ્ય આરોગ્ય વિભાગના આંકડા મુજબ, ગુરુવારે એક જ દિવસમાં નવા 95 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી કુલ નોંધાયેલા કેસોની સંખ્યા 397 પર પહોંચી ગઈ છે.

આપત્તિના પગલે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. હાલમાં 22 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે મોટાભાગના 375 દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ છે. અત્યાર સુધીમાં 36 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ નવા કેસો પાછળ ઓમીક્રોનના પેટા પ્રકારના વેરિએન્ટ LF.7.9 અને XFG Recombinant હોવાના આરોગ્ય વિભાગ દ્વારા અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તંત્રના જણાવ્યા મુજબ આ વેરિએન્ટ શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવા જેવા લક્ષણો ધરાવે છે.

નાગરિકોને મહત્તમ સાવચેતી રાખવા અને લક્ષણો જણાય તો તરત જ આરોગ્ય કેન્દ્રમાં સંપર્ક કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now