Home Gujarat Corona In Gujarat 461 Active Corona Cases Have Been Registered So Far 1 Death

રાજ્યમાં કાળમૂખા કોરોનાનો કહેર : અમદાવાદ 24 કલાકમાં 60 નવા કેસ આવતા હડકંપ

રાજ્યમાં કાળમૂખા કોરોનાનો કહેર
Published by: OBS Bureau
Last Updated: Jun 03, 2025, 06:19 PM IST

રાજ્યમાં કોરોનાએ ફરીવાર કહેર મચાવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 461 કોરોનાનાં એક્ટિવ કેસ નોંધાયા છે. જે પૈકીનાં 20 દર્દી હોસ્પિટલાઇઝ છે અને 441 જેટલા દર્દી હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. રાજ્ય સરકારે કોરોનાનાં કારણે 1 દર્દીનું મૃત્યુ થયું હોવાની સ્વીકાર્યું છે. નોંધનીય છે કે અમદાવાદ 24 કલાકમાં 60 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં વધુ 8 કેસ નોંધાયા છે.

રાજ્યમાં એકવાર ફરી કોરોના સંક્રમણમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં અત્યાર સુધી 461 કોરોનાનાં એક્ટિવ કેસ નોંધાયા છે. જે પૈકીનાં 441 જેટલા દર્દી હોમ આઇસોલેશનમાં છે જ્યારે 20 દર્દી હોસ્પિટલમાં ભર્તી થઈ સારવાર લઈ રહ્યા છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં કોરોના સંક્રમણનાં કારણે એક દર્દીનું મોત નીપજ્યું હોવાનું સ્વીકાર્યું છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now