Home Gujarat Corona Cases Are Continuously Increasing 7 New Cases In Bhavnagar In A Day

સતત વધી રહ્યાં છે કોરોનાના કેસ : ભાવનગરમાં એક દિવસમાં 7 નવા કેસ

સતત વધી રહ્યાં છે કોરોનાના કેસ
Published by: OBS Bureau
Last Updated: Jun 07, 2025, 05:10 AM IST

ભાવનગર શહેરમાં ફરી કોરોનાના કેસોનો વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં આજે નવા 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જ્યારે છેલ્લા બે દિવસમાં કુલ 13 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. નવા દર્દીઓમાં વિભિન્ન વય જૂથ અને વિસ્તારોના નાગરિકોનો સમાવેશ થાય છે.
આજના કેસોમાં સરદારનગરના 56 વર્ષીય પુરુષ, વિજયરાજનગરના 85 વર્ષીય વડીલ અને ડૉક્ટર કોટર વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીનો સમાવેશ થાય છે, જેઓ પૈકી યુવતીની ટ્રાવેલ હિસ્ટ્રી રાજકોટ સાથે જોડાયેલી છે. ઉપરાંત કળિયાબીડના 22 વર્ષીય યુવક, નારી ગામના 33 વર્ષીય પુરુષ, સરદારનગરની 64 વર્ષીય મહિલા અને કળિયાબીડના 12 વર્ષના બાળકનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત ફુલસર વિસ્તારના 28 વર્ષીય એક દર્દી કોરોના મુક્ત થયા છે અને તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

તાલુકાના ગામડાંમાંથી કોઈ નવો કેસ નોંધાયો નથી અને ગ્રામ્ય વિસ્તારો હાલ કોરોના મુકત છે. જ્યારે શહેરમાં હાલમાં 19 સક્રિય કેસ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now