Home Gujarat Controversy Over Baroda Dairy Mds Resignation Intensifies

બરોડા ડેરીના MDના રાજીનામાનો વિવાદ વધુ વકર્યો : સાવલીના ધારાસભ્ય ફરી એકવાર મેદાને

બરોડા ડેરીના MDના રાજીનામાનો વિવાદ વધુ વકર્યો
Published by: OBS Bureau
Last Updated: Jun 03, 2025, 02:12 PM IST

વડોદરાની બરોડા ડેરીના એમડી અજય જોશીએ ગત મહિને રાજીનામું આપ્યું હતું. તાજેતરમાં મળેલી બરોડા ડેરીની બોર્ડ મિટિંગમાં રાજીનામું મંજૂર પણ કરવામાં આવ્યું હતું. અજય જોશીની નિવૃતિને માત્ર 10 મહિના જેટલો જ સમય બાકી હતો આમ અચાનક રાજીનામું આપતા આશ્ચર્ય સર્જાયું હતું




બરોડા ડેરીનો વિવાદ દિવસેને દિવસે વધુ વકરી રહ્યો છે ત્યારે ફરી એકવાર સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર મેદાને આવ્યા છે. તેમનું કહેવું છે કે ડેરીના એમડી જાતે જ કબુલ કરે છે કે મેરાકુવા દૂધ મંડળીના મંત્રીએ કૌભાંડ નથી કર્યું ગેરરિતી આચરી છે. ડેરીના એમડીની તપાસ પર પહેલેથી કોઈ ભરોસો ન હતો અને પોલીસ તપાસમાં આ ખૂબ મોટો ગુનો બહાર આવ્યો છે.

વધુમાં ધારાસભ્ય ઈનામદારે જણાવ્યું કે મેરાકુવા દૂધ મંડળીના મંત્રી સામે FIR પણ થવાની છે. તેમને 5 મૃતકોને બોગસ સભાસદ બનાવવામાં આવ્યા હતા. એક નાની મંડળીમાથી આટલુ મોટુ કૌભાંડ કઈ રીતે બહાર આવે.જિલ્લા રજીસ્ટ્રાર ટૂંક સમયમાં તપાસ પૂર્ણ કરી ફરિયાદ પણ નોંધાવશે અને સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક મામલે પત્ર લખવાનું પણ જણાવ્યું

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now