Home Gujarat Container Full Of Ganja Seized At Maval Checkpost In Banaskantha

બનાસકાંઠામાં માવલ ચેકપોસ્ટ પર ગાંજો ભરેલું કન્ટેનર ઝડપાયું : 204 કિલો ગાંજાનો જથ્થો પોલીસે જપ્ત કર્યો, દીપક જાધવની અટકાયત

બનાસકાંઠામાં માવલ ચેકપોસ્ટ પર ગાંજો ભરેલું કન્ટેનર ઝડપાયું
Published by: OBS Bureau
Last Updated: Feb 19, 2026, 01:17 PM IST

બનાસકાંઠા જિલ્લામાં રાજસ્થાન સરહદ નજીક આબુરોડની માવલ ચેકપોસ્ટ પર નશીલા પદાર્થ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજસ્થાન પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા ચેકિંગ દરમિયાન ગાંજો ભરેલું એક કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી અંદાજે 204 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો છે, જેની બજાર કિંમત એક કરોડ રૂપિયાથી વધુ હોવાનું માનવામાં આવે છે.

માવલ ચેકપોસ્ટ પર ગાંજો ભરેલું કન્ટેનર ઝડપાયું

પ્રાથમિક તપાસ મુજબ આ ગાંજો ઓડિશાથી રાજકોટ તરફ લઈ જવાતો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે કન્ટેનરને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં નશીલા પદાર્થનો જથ્થો મળી આવતા તાત્કાલિક જપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી આબુ રોડ ખાતે આબુરોડ રિકો પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

આરોપીની આબુરોડ રિકો પોલીસે અટકાયત કરી

આ મામલે બિહારના રહેવાસી ચાલક દીપક જાધવની અટકાયત કરવામાં આવી છે અને તેની પુછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે આ ગાંજા સપ્લાય ચેઇનમાં જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે તપાસ વિસ્તારી રહી છે. નશીલા પદાર્થો વિરુદ્ધ ચાલી રહેલી અભિયાનમાં આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now