Home Gujarat Congress Shailesh Parmar And Mla Imran Khedawala Made Serious Allegations On The Sir Issue

'ખોટું કરવા ગયા અને રંગે હાથે પકડાયા છે' : કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર અને MLA ઇમરાન ખેડાવાલાએ SIR મુદ્દે કર્યા ગંભીર આક્ષેપ

'ખોટું કરવા ગયા અને રંગે હાથે પકડાયા છે'
Published by: Offbeat Team
| Last Updated: Jan 19, 2026, 12:20 PM IST

SIRની કામગીરીને લઈને ગુજરાત કોંગ્રેસે ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે ગુજરાતમાં ડ્રાફ્ટ મતદારયાદી બહાર પડ્યા બાદ એક સુવ્યવસ્થિત રાજકીય ષડયંત્ર ચાલી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ મતચોરી કરીને સત્તામાં આવે છે, જેમ કે રાહુલ ગાંધીએ પણ સ્પષ્ટ કહ્યું છે.

'ડ્રાફ્ટ મતદારયાદી પછી ગુજરાતમાં એક ષડયંત્ર ચાલી રહ્યું છે'

કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે, 'હાલ ડ્રાફ્ટ મતદારયાદી બાદની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં BLO તેમજ રાજકીય પક્ષોના આગેવાનો પણ સામેલ છે. આ પ્રક્રિયાનો દુરુપયોગ કરીને કોંગ્રેસના કમિટેડ મતદારોના નામ મતદારયાદીમાંથી કમી કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર ડ્રાફ્ટ મતદારયાદી બહાર પડ્યા બાદ કલેક્ટર દ્વારા AROને ફોર્મ નંબર 7ના બંચ આપવામાં આવ્યા છે, જેનો ઉપયોગ મતદારયાદીમાંથી નામ કાઢવા માટે થાય છે.

'ખોટું કરવા ગયા અને રંગે હાથે પકડાયા છે'

શૈલેષ પરમાર અને ઇમરાન ખેડાવાલાએ આરોપ લગાવ્યો કે, 'જે બૂથોમાં કોંગ્રેસના સમર્પિત મતદારો વધુ છે, તે બૂથોમાં ખાસ કીટ બનાવીને નામ કમી કરવા માટેના ફોર્મ વહેંચવામાં આવ્યા છે. આ ફોર્મમાં વિગતો પહેલેથી જ ટાઇપ કરીને ભરેલી છે, જ્યારે હાથેથી લખેલી વિગતો ગુજરાતીમાં છે અને ટાઇપ કરેલી વિગતો અંગ્રેજીમાં હોવાનું તેમણે જણાવ્યું. કોંગ્રેસે આને સ્પષ્ટ ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે બાપુનગર વિધાનસભા ક્ષેત્રનું ઉદાહરણ આપતાં કહ્યું કે ત્યાં અન્ય લોકોના ચૂંટણીકાર્ડના આધારે વાંધા ઉઠાવવામાં આવ્યા છે. ખાસ કરીને અનિતાબેન હાર્દિકભાઈ મોદી દ્વારા અનેક વાંધા અરજીઓ કરવામાં આવી હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. કોંગ્રેસનો દાવો છે કે અનિતાબેન મોદી ભાજપના કાર્યકર છે અને ખોટી રીતે સાચા મતદારોના નામ કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નેતાઓએ કહ્યું કે ખોટું કરવા ગયા અને રંગે હાથે પકડાયા છે.

'ભાજપને આગામી વિધાનસભાની ચૂંટણીનો ડર લાગી રહ્યો છે'

કોંગ્રેસે માગ કરી છે કે ચૂંટણી પંચ દ્વારા 182 વિધાનસભા બેઠક મુજબ કલેક્ટર પાસેથી સમગ્ર વિગત મંગાવવામાં આવે અને વાંધા અરજી કરનાર વ્યક્તિને બોલાવીને યોગ્ય તપાસ કરવામાં આવે. તેમણે જણાવ્યું કે ભાજપને આગામી વિધાનસભાની ચૂંટણીનો ડર લાગી રહ્યો છે અને તેથી આવી હરકતો કરવામાં આવી રહી છે. આ મુદ્દે ચૂંટણી કમિશનર હરિત શુક્લને પણ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. અંતમાં કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે ખોટા અને બનાવટી વાંધા ઉઠાવનાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે તેઓ લોકશાહીના પવિત્ર મતાધિકારની રક્ષા માટે અંત સુધી લડત આપશે અને સાચા મતદારોના હકો પર કોઈ પણ પ્રકારનો હુમલો સહન કરવામાં નહીં આવે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર