CNG SUV : આજના સમયમાં બજેટ સેગમેન્ટમાંથી ડીઝલ સેડાન કાર ધીમે ધીમે ગાયબ થઈ રહી છે. આવા સમયે મધ્યમ વર્ગના ખરીદદારો માટે CNG SUV એક સ્માર્ટ અને ફાયદાકારક વિકલ્પ બનીને ઉભરી આવી છે. આ SUVs નો માત્ર મેન્ટેનન્સ ખર્ચ જ ઓછો નથી, જલ વધુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને પ્રદૂષણ મુક્ત ડ્રાઇવિંગનો એક્સપિરિયન્સ પણ પૂરો પાડે છે. જો તમારું બજેટ 10 લાખ રૂપિયાની અંદર છે, તો આ 5 કાર તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે.
Hyundai Exter : સ્ટાઇલિશ અને ફીચર્સથી ભરપૂર
Hyundai Exter નાના પરિવારો માટે એક ઉત્તમ પસંદગી છે. તેમાં 1.2 લિટરનું પેટ્રોલ એન્જિન મળે છે, જે CNG કિટ સાથે પણ ઉપલબ્ધ છે. આ એન્જિન 69hp પાવર અને 95.2Nm ટોર્ક જનરેટ કરે છે. જો તમે શહેરના ટ્રાફિકમાં સરળતાથી ગાડી ચલાવવા ઈચ્છો છો, તો 6.99 લાખ રૂપિયાની શરૂઆતી કિંમતની આ કાર તમારા માટે આકર્ષક બની શકે છે.
Tata Punch : મજબૂતી અને મોડર્ન ટેકનોલોજી
ટાટા મોટર્સે હાલમાં જ Punch ને નવા લુક અને ફીચર્સ સાથે અપડેટ કરી છે. તેમાં 1.2 લિટરનું રેવોટ્રોન iCNG એન્જિન મળે છે, જે CNG મોડમાં 73.3hp પાવર આપે છે. ટાટા પંચ તેની મજબૂત બોડી અને સેફટી માટે જાણીતી છે. તેની શરૂઆતની કિંમત 6.75 લાખ રૂપિયા છે, જે તેને બજેટમાં સૌથી લોકપ્રિય બનાવે છે.
Tata Nexon : ટર્બો એન્જિન સાથે દેશની પહેલી CNG SUV
Tata Nexon એ ભારતની એવી પહેલી કાર છે, જેમાં ટર્બોચાર્જ્ડ એન્જિન સાથે ફેક્ટરી-ફિટેડ CNG આપવામાં આવે છે. 1.2 લિટર ટર્બો એન્જિન સાથે આ કાર CNG મોડમાં પણ દમદાર પાવર (73.52hp) અને 170Nm ટોર્ક આપે છે. 8.30 લાખ રૂપિયાની શરૂઆતની કિંમત સાથે Tata Nexon પાવર અને માઇલેજનું પરફેક્ટ કોમ્બિનેશન છે.
Maruti Suzuki Brezza : વિશ્વાસ અને મોટું એન્જિન
જો તમને મોટી અને વધુ પાવરફુલ SUV ગમતી હોય, તો Maruti Brezza શ્રેષ્ઠ છે. તેમાં 1.5 લિટરનું મોટું K-સિરીઝ એન્જિન મળે છે, જે 87.8hp પાવર જનરેટ કરે છે. મારુતિની સર્વિસ અને રિસેલ વેલ્યુ આ કારને વધુ ખાસ બનાવે છે. Maruti Brezza ના CNG વેરિઅન્ટની કિંમત 9.17 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
આ પણ ખાસ વાંચો : Hyundai Creta કરતાં Volkswagen Taigun Facelift કેમ પસંદ કરવી જોઈએ? : આ 5 કારણે Creta કરતાં પણ ચડિયાતી છે Taigun Facelift!






