Home Automobile Hyundai Launches New Exter 2026 With Luxury Features Know About Price And Engine

લક્ઝરી ફીચર્સ સાથે Hyundai એ લોન્ચ કરી નવી Exter 2026 : નવા લુકમાં મળશે પ્રીમિયમ ઇન્ટિરિયર અને પાવરફૂલ એન્જિન!

લક્ઝરી ફીચર્સ સાથે Hyundai એ લોન્ચ કરી નવી Exter 2026
Published by: OBS Bureau
Last Updated: Mar 21, 2026, 07:30 AM IST

2026 Hyundai Exter : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં Hyundai એ પોતાની લોકપ્રિય માઇક્રો SUV 'Exter' નું 2026 મોડલ લોન્ચ કરી દીધું છે. Hyundai Exter ટાટા પંચ જેવી કારોને કોમ્પિટિશન આપવા માટે આ કાર હવે વધુ મોડર્ન અને સ્ટાઇલિશ બની ગઈ છે. Hyundai એ Exter ની શરૂઆતી કિંમત માત્ર ₹5.79 લાખ (એક્સ-શોરૂમ) રાખી છે. આ નવા અપડેટમાં કારના લુક, ઇન્ટિરિયર અને ફીચર્સમાં મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા છે, જેના કારણે આ કાર ગ્રાહકો માટે વધુ આકર્ષક બની છે.

આકર્ષક અને નવી ડિઝાઇન

2026 Hyundai Exter ના ફ્રન્ટ લુકમાં થોડા ફેરફાર કરવામાં આવ્યો છે. તેમાં હવે ડાર્ક ફિનિશવાળી નવી ગ્રિલ અને નવું સેન્ટર ગાર્નિશ જોવા મળે છે. કારને વધુ સ્પોર્ટી બનાવવા માટે 15-ઇંચના એલોય વ્હીલ્સની ડિઝાઇન બદલવામાં આવી છે અને પાછળના ભાગમાં નવું સ્પોઇલર ઉમેરવામાં આવ્યું છે. 1,643 મીમીની ઊંચાઈ સાથે, Exter તેના સેગમેન્ટની સૌથી ઊંચી કાર હોવાનો દાવો કરે છે.

નવા કલર ઓપ્શન

ગ્રાહકોને હવે આ કારમાં કુલ 7 મોનોટોન અને 1 ડ્યુઅલ-ટોન કલરના ઓપ્શન મળશે. જેમાં બે નવા કલરમાં 'Golden Bronze' અને 'Titanium Black Matte' નો સમાવેશ થાય છે. આ સિવાય Hyundai Exter માં Starry Night, Titan Grey, Titanium Black, Atlas White અને Ranger Khaki જેવા કલર્સ આપવામાં આવ્યા છે. સાથે જ Ranger Khaki with Black Roof ડ્યુઅલ ટોન કલર પણ ઉપલબ્ધ છે.

પ્રીમિયમ અને આરામદાયક ઇન્ટિરિયર

કારની અંદર પગ મૂકતા જ તમને નવી નેવી અને ગ્રે ડ્યુઅલ-ટોન થીમ જોવા મળશે. ડેશબોર્ડ પર કાર્બન પેટર્ન સાથે 3D ફિનિશ આપવામાં આવી છે. ડ્રાઇવિંગ એક્સપિરિયન્સને શાનદાર બનાવવા માટે D-કટ સ્ટીયરિંગ વ્હીલ, મેટલ પેડલ્સ અને ડ્રાઇવર માટે ફોલ્ડિંગ આર્મરેસ્ટ જેવી પ્રીમિયમ સુવિધાઓ પણ ઉમેરવામાં આવી છે. આ કારમાં સમાન સ્ટોર કરવા માટે 391 લિટરની વિશાળ બૂટ સ્પેસ પણ આપવામાં આવી છે.

મોડર્ન ટેકનોલોજી અને ફીચર્સ

નવી Exter માં સેગમેન્ટમાં પહેલીવાર 'ડેશકેમ' આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે, પાછળના મુસાફરો માટે ટાઇપ-C ચાર્જિંગ પોર્ટ અને 60 થી વધુ કનેક્ટેડ ફીચર્સ ધરાવતી બ્લુલિંક ટેકનોલોજી મળે છે. ખાસ વાત એ છે કે, તેના 300 થી વધુ વૉઇસ કમાન્ડ્સ ઇન્ટરનેટ વગર પણ કામ કરી શકે છે.

પાવરફુલ એન્જિન અને ટ્રાન્સમિશન

કારના એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમાં 1.2-લિટરનું ચાર-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે મેન્યુઅલ (MT) અને ઓટોમેટિક (AMT) બંને ટ્રાન્સમિશન સાથે આવે છે. જે લોકો વધુ માઇલેજ ઈચ્છે છે તેમના માટે CNG વેરિઅન્ટ પણ ઉપલબ્ધ છે, જેમાં કંપનીની પ્રખ્યાત ડ્યુઅલ-સિલિન્ડર ટેકનોલોજી (225 લિટર) આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now