Home Automobile Bumper Discounts Are Being Offered On Maruti Cars Know How Much Discount You Will Get On Which Car

નવી કાર ખરીદવી છે? : Maruti ની ગાડીઓ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો કઈ કાર પર કેટલું મળશે ડિસ્કાઉન્ટ

નવી કાર ખરીદવી છે?
Published by: OBS Bureau
Last Updated: Mar 06, 2026, 12:01 PM IST

Maruti Suzuki : જો તમે આ મહિને નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો મારુતિ સુઝુકી તમારા માટે શાનદાર ઓફર્સ લઈને આવી છે. મારુતિ સુઝુકી તેના એરેના (Arena) આઉટલેટ્સ દ્વારા વેચાતા વિવિધ મોડલ્સ પર માર્ચ 2026 માં ₹50,000 સુધીના આકર્ષક લાભો આપી રહી છે. આ ઓફર્સમાં કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, સ્ક્રેપેજ બોનસ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે. યાદ રહે કે, આ ઓફર્સ માત્ર 31 માર્ચ 2026 સુધી જ માન્ય છે.

મારુતિ સ્વિફ્ટ : સૌથી વધુ ડિસ્કાઉન્ટ

મારુતિની લોકપ્રિય હેચબેક સ્વિફ્ટ પર આ મહિને સૌથી વધુ ₹50,000 સુધીનો લાભ મળી રહ્યો છે. ખાસ કરીને તેના AMT વેરિઅન્ટ પર ₹25,000 નું કેશ ડિસ્કાઉન્ટ, ₹20,000 સુધીનું એક્સચેન્જ બોનસ (અથવા ₹25,000 સ્ક્રેપેજ બોનસ) અને ₹5,000ની કોર્પોરેટ ઓફર છે. મેન્યુઅલ વેરિઅન્ટમાં કેશ ડિસ્કાઉન્ટ ₹15,000 સુધીનું છે.

મારુતિ બ્રેઝા : SUV પર મોટી બચત

બ્રેઝાના બેઝ મોડલ (LXi) સિવાયના તમામ વેરિઅન્ટ્સ પર ₹45,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં ₹15,000 કેશ ડિસ્કાઉન્ટ અને ₹25,000 સુધીના સ્ક્રેપેજ બોનસનો સમાવેશ થાય છે. LXi વેરિઅન્ટ લેનારાઓને એક્સચેન્જ બોનસમાં થોડો ઓછો એટલે કે, ₹10,000 સુધીનો લાભ મળશે.

વેગનઆર, અલ્ટો K10 અને સેલેરિયો : મધ્યમ વર્ગની ફેવરિટ કાર

મારુતિની ફેમિલી કાર ગણાતી વેગનઆર, અલ્ટો K10 અને સેલેરિયો પર એકસમાન ₹42,500 સુધીનો ફાયદા મળી રહ્યો છે. આ ત્રણેય કારમાં કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ ઓફરનો લાભ ગ્રાહકો ઉઠાવી શકે છે. નાની કાર ખરીદનારાઓ માટે આ મહિનો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

મારુતિ ઇકો અને એસ-પ્રેસો : બજેટ કાર પર ઓફર

મારુતિ ઇકો પર તમામ વેરિઅન્ટમાં ₹42,500 સુધીનું ડિસ્કાઉન્ટ છે. જ્યારે એસ-પ્રેસો (S-Presso) પર ₹10,000 કેશ ડિસ્કાઉન્ટ અને ₹25,000 સુધીના સ્ક્રેપેજ લાભ સાથે કુલ ₹37,500 સુધીની બચત થઈ શકે છે.

મારુતિ વિક્ટોરિસ : હાઇબ્રિડ મોડલ પર ઓફર

પ્રીમિયમ સેગમેન્ટમાં આવતી મારુતિ વિક્ટોરિસ પર ₹40,000 સુધીનો લાભ મળી રહ્યો છે. જેમાં ₹30,000 લોયલ્ટી બોનસ અને ₹10,000 કોર્પોરેટ ઓફર છે. જો તમે તેનું સ્ટ્રોંગ હાઇબ્રિડ મોડલ ખરીદશો તો તમને મહત્તમ લાભ મળશે.

ડિઝાયર અને અર્ટિગા : માત્ર કોર્પોરેટ લાભ

મારુતિની સૌથી વધુ વેચાતી સેડાન ડિઝાયર અને MPV અર્ટિગા પર આ મહિને બહુ મોટી ઓફર્સ નથી. અર્ટિગા પર ₹5,000 અને ડિઝાયર પર ₹2,500 સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

નોંધ : ઉપર જણાવેલ ડિસ્કાઉન્ટ ઓફર્સ અલગ-અલગ ડીલરશીપ, શહેર અને સ્ટોકની ઉપલબ્ધતા મુજબ બદલાઈ શકે છે. સચોટ માહિતી માટે તમારા નજીકના મારુતિ સુઝુકી એરેના શોરૂમનો સંપર્ક કરવા વિનંતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now