New Maruti Fronx : મારુતિ સુઝુકી ની લોકપ્રિય કાર, Fronx, હવે એક નવા લુકમાં લોન્ચ થવાની તૈયારીમાં છે. આ કાર તેના સ્ટાઇલિશ લુક, સારી માઇલેજ અને સસ્તી કિંમતને કારણે પહેલાથી જ લોકપ્રિયતા મેળવી ચૂકી છે. ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં, આ કાર Tata Punch અને Hyundai Exter જેવી કાર સાથે કોમ્પિટિશન કરે છે. 2023 માં Maruti Fronx લોન્ચ થયા પછી, આ કારમાં કંપનીએ નાના ફેરફારો કર્યા છે, પરંતુ હવે કંપની આ કારનું મોટું અપડેટ આપવાનું આયોજન કરી રહી છે. Maruti Fronx માં આ નવા ફેરફારો 2026 અને 2027 ની વચ્ચે જોવા મળી શકે છે.
ફ્લેક્સ-ફ્યુઅલ અને હાઇબ્રિડ ટેકનોલોજી
જાપાન મોબિલિટી શોમાં સૌપ્રથમ પ્રદર્શિત કરાયેલ Maruti Fronx નું નવું ફ્લેક્સ-ફ્યુઅલ વર્ઝન પણ લોન્ચ થઈ શકે છે. આ મોડલની ડિઝાઇન મોટાભાગે જૂના મોડલ જેવી રહેવાની શક્યતા છે, પરંતુ તેમાં સ્પેશિયલ બોડી ગ્રાફિક્સ આપવામાં આવશે. Maruti Fronx માં 1.2-લિટર અથવા 1.5-લિટર ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન હોવાની અપેક્ષા છે, જેનાથી આ કારને તમે વિવિધ ઇંધણ પર ચલાવી શકો છો. વધુમાં, કંપની આ કારમાં મજબૂત હાઇબ્રિડ સિસ્ટમ પણ ઓફર કરી શકે છે, જ્યાં પેટ્રોલ એન્જિન જનરેટર તરીકે કામ કરશે અને ઇલેક્ટ્રિક મોટર ગાડીને પાવર આપશે. આ સિસ્ટમમાં નાની બેટરી પણ આપવામાં આવી શકે છે. જેનાથી આ કાર આશરે 35 કિમી/લિટર સુધીની માઇલેજ આપશે.
ADAS ફીચર્સથી સેફટીમાં થશે વધારો
નવી Maruti Suzuki આ વખતે Fronx ની સેફટી પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પરીક્ષણ દરમિયાન આ કારમાં અદ્યતન સેન્સર જોવા મળ્યા છે, જે સૂચવે છે કે, કંપની Fronx ના અપડેટેડ વર્ઝનમાં ADAS ફીચર્સનો સમાવેશ પણ કરી શકે છે. જે એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ, લેન-કીપ આસિસ્ટ, લેન ડિપાર્ચર વોર્નિંગ અને ઓટોમેટિક બ્રેકિંગ જેવી સિસ્ટમ્સ સાથે આવી શકે છે. આ Maruti ની સૌથી સસ્તી કાર હોઈ શકે છે જે આટલા બધા પ્રીમિયમ સેફટી ફીચર્સ સાથે આવી શકે છે. આ ડ્રાઇવિંગને સ્મૂધ અને સેફ બનાવશે.




















