Home Gujarat Cm Bhupendra Patel Virtually Inaugurated Laid The Foundation Stone And Elaunched A Total Of 11 Different Projects

વિશ્વ પર્યાવરણ દિવસ : CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા કુલ 11 જેટલા વિવિધ પ્રકલ્પોનું વર્ચ્યુઅલી લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઇ-લોન્ચિંગ કરાયું

વિશ્વ પર્યાવરણ દિવસ
Published by: OBS Bureau
Last Updated: Jun 05, 2025, 01:53 PM IST

તુલિત વિકાસ તરફ રાજયને વેગ મળે, પર્યાવરણની સાથે વિકાસ જળવાઈ રહે તેમજ ઉદ્યોગકારોને ease of doing business નો આધાર મળે તે માટે રાજય સરકાર અવિરત પ્રયત્નો કરી રહી છે. જે અંતર્ગત આજે મહાત્મા મંદિર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમજ વન-પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રી મુળુભાઇ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિવિધ ૧૧ જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઇ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-GPCBની ભરૂચ ખાતેની પ્રાદેશિક કચેરીના નવ નિર્મિત ભવનનું વર્ચ્યુઅલ લોકાર્પણ અમદાવાદ શહેરની પ્રાદેશિક કચેરીના ભવનનું ખાતમુહૂર્ત તેમજ મોરબી પ્રાદેશિક કચેરીની એર લેબોરેટરીનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના થકી ઔધોગિક વસાહતની નજીકમાં ઉધોગોને વિવિધ સેવાઓ સરળતાથી સંપન્ન થશે.

તેવી જ રીતે હાલોલ ખાતે પ્લાસ્ટિક ઉદ્યોગો માટેનું નવનિર્મિત કોમન ઈફલયુઅન્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટ-CETPનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનાથી આ વિસ્તારમાં ઉદ્યોગોને પાણી-પ્રદૂષણ નિવારવાના પ્રયાસોને સુદ્રઢતા મળશે.  આ ઉપરાંત ગુજરાત ઓઇલ રિસાયક્લિંગ એસોસિએશન-GORA દ્વારા વેસ્ટ ઓઈલને સરકયુલર ઈકોનોમિકના ભાગરૂપે એક રિસર્ચ તરીકે વેસ્ટ ઓઇલ કલેક્શન સેન્ટરનું લોકાર્પણ કરાયું છે. ઈ-ગવર્નન્સ એ સરકાર માટે હંમેશા પ્રાધાન્યપૂર્ણ વિષય રહ્યો છે. GPCB તેમના ઈ-ગવર્નન્સ પ્લેટફોર્મનું રિવેમ્પીંગ પીએમ ગતિ શક્તિ પોર્ટલ સાથે સંકલન કરી વિકસિત કરવામાં આવ્યું છે, જેથી સાઈટિંગ ક્રાઈટેરિયાનું ટૂલ એ એન્વાયરમેન્ટ ગવર્નન્સ માટે ખૂબ જ ઉપયોગી થશે.

મુખ્યમંત્રી અને મહાનુભાવો દ્વારા ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી-GCZMA દ્વારા અદ્યતન વેબસાઇટ સાથે એપ્લિકેશન પોર્ટલનો શુભારંભ કરાયો છે. આ પહેલ GCZMAની કામગીરી જેવી કે પ્રોજેક્ટની અરજીઓ અન્વયે પ્રોસેસિંગ, ઓનલાઈન ફી ગેટ વે, ફરિયાદોનું નિવારણ અને CRZ ક્લીયરન્સના મોનીટરીંગ વગેરેને ડિજિટલ પ્લેટફોર્મ પુરૂ પાડી 'ડિજિટલ ઇન્ડિયા'ના લક્ષ્યને સાર્થક કરશે.

આ ઉપરાંત અદ્યતન XGN પોર્ટલ, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ડેશબોર્ડ, ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ દ્વારા GHG એમિશન પોર્ટલનું લોન્ચિંગ તેમજ અમદાવાદ અને સુરત ખાતે બેગ વેન્ડિંગ મશીનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા વહીવટમાં પારદર્શકતાની જે નેમ રાખવામાં આવી છે, તેને પામવા માટે આજના આ તમામ લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઇ-લોન્ચિંગ પર્યાવરણ સંવર્ધન માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now