Home National Cjp Team Arrest Claim Abhijeet Dipke Protest

'આજે CJP ટીમને અરેસ્ટ કરી લેશે, મને માહિતી મળી છે' : અભિજીત દીપકેનો મોટો દાવો; દિલ્હી પોલીસની તમામ રજાઓ રદ

abhijeet dipke
Image Credit: insta
Published by: Chintan Chavda
Last Updated: Jul 24, 2026, 09:12 AM IST

પરીક્ષા પેપર લીક મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે મળેલા નવા ઇનપુટના આધારે આજે રાત્રે CJPના કેટલાક સભ્યોની ધરપકડ થઈ શકે છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે જો ધરપકડ થાય તો પણ આંદોલન અટકવું જોઈએ નહીં અને દેશભરમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ ચાલુ રાખવો જોઈએ.

અભિજીત દીપકે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે જંતર-મંતર પર CJPનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. સંગઠન કેન્દ્ર સરકાર પાસે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યું છે અને પરીક્ષા પદ્ધતિમાં સુધારા લાવવાની માંગ પણ ઉઠાવી રહ્યું છે.

દિલ્હી પોલીસની તમામ રજાઓ રદ

આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે પોતાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની આગામી આદેશ સુધીની તમામ રજાઓ રદ કરી દીધી છે. પોલીસ મુખ્યાલય તરફથી જારી કરાયેલા આદેશ અનુસાર, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે તમામ કર્મચારીઓને ફરજ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. જોકે પોલીસે આ નિર્ણયને માત્ર CJPના વિરોધ પ્રદર્શન સાથે સીધો સંબંધિત ગણાવ્યો નથી.

આ પણ વાંચો: 'ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગનું શું થયું' : અનશન સમાપ્ત કર્યા બાદ સોનમ વાંગચૂકએ આપ્યું મોટું નિવેદન

સોનમ વાંગચુકના નિર્ણયનું સ્વાગત

અભિજીત દીપકેએ પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુક દ્વારા 26 દિવસ બાદ અનશન સમાપ્ત કરવાના નિર્ણયનું પણ સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે વાંગચુકે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે અને તેઓ ઇચ્છતા હતા કે કોઈ વિદ્યાર્થી સામે કેસ નોંધાય નહીં.

દીપકે જણાવ્યું કે વાંગચુકના આંદોલને દેશભરના યુવાનોને એક અવાજ આપ્યો છે અને પેપર લીક જેવા મુદ્દાઓ પર રાષ્ટ્રીય સ્તરે ચર્ચા શરૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો: 'મેં કેસ લિસ્ટ કરવાનો ઇનકાર કર્યો નહોતો' : 'સમય બરબાદ ન કરો' ના નિવેદન પર CJI ની સ્પષ્ટતા

'આંદોલન ચાલુ રહેશે'

CJPના સ્થાપકે કહ્યું કે સંગઠનની મુખ્ય માંગ હજુ પણ યથાવત છે અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. તેમણે કાર્યકરોને શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલુ રાખવાની અપીલ કરી અને કહ્યું કે જો ટીમના સભ્યોની ધરપકડ થાય તો પણ ચળવળ અટકવી જોઈએ નહીં.

તેમણે એ પણ જણાવ્યું કે સંગઠનના પ્રતિનિધિઓની સરકારના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા ચાલી રહી છે, પરંતુ માંગણીઓ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય આવ્યો નથી.

આ પણ વાંચો: 3 દિવસમાં કાર્યવાહી નહીં, છતાં કરોડોનો ખર્ચ : સંસદના ખર્ચ પાછળનું સંપૂર્ણ ગણિત

અગાઉ ધરપકડના દાવા થયા હતા ખોટા

ઉલ્લેખનીય છે કે 20 જુલાઈએ 'સંસદ ચાલો' વિરોધ દરમિયાન અભિજીત દીપકની ધરપકડ થઈ હોવાના દાવા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જોકે બાદમાં દિલ્હી પોલીસે આ દાવાઓને ફગાવી દીધા હતા અને CJPએ પણ સ્પષ્ટતા કરી હતી કે દીપકેની ધરપકડ અથવા અટકાયત કરવામાં આવી નહોતી.

હાલ CJP દ્વારા કરવામાં આવેલા સંભવિત ધરપકડના દાવા અંગે દિલ્હી પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. તેથી આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now