ઑપરેશન સિંદૂરની સફળતા બાદ દેશભરમાં વધુને વધુ નાગરિકોને નાગરિક સંરક્ષણ વિશે તાલીમબદ્ધ કરવાના ઉદ્દેશ સાથે આવતીકાલ તા. ૩૧મી મેના રોજ 'ઓપરેશન શિલ્ડ' અંતર્ગત સિવિલ ડિફેન્સ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા યુદ્ધ જેવી પરિસ્થિતિમાં હુમલા સામે સ્વબચાવ અને નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશની પશ્ચિમી સરહદને અડીને આવેલાં રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત 'ઓપરેશન શિલ્ડનું આયોજન કરવા સૂચના આપવામાં આવી છે.આ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં પણ 'ઓપરેશન શિલ્ડ' અંતર્ગત કલેક્ટર સુજીત કુમારના માર્ગદર્શનમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે મળેલી બેઠકમાં અધિક કલેક્ટર યોગેશ ઠક્કરે અમદાવાદ શહેર જિલ્લામાં સિવિલ ડિફેન્સ અભ્યાસના આયોજન અને તૈયારીઓ અંગે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી.
અમદાવાદ શહેરમાં શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે, જ્યારે વીરમગામમાં પોસીસલાઇન ખાતે તા. ૩૧મી મેના રોજ સિવિલ ડિફેન્સ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ બંને સ્થળે સાંજે પાંચ વાગ્યાથી જુદી જુદી છ પ્રકારની એક્ટિવિટીનો અભ્યાસ કરવામાં આવશે. સિવિલ ડિફેન્સ મોકડ્રીલ અંતર્ગત સાઇલેન્ટ રિકોલ અને વોલેન્ટિયર મોબિલાઇઝેશન, એર રેડ સિમ્યુલેશન, કમ્યુનિકેશન સિસ્ટમ એક્ટિવેશન, બ્લેકઆઉટ પ્રોટોકોલ્સ, બ્લડ ડોનેશન કેમ્પ તથા ઈવેક્યુએશન ડ્રીલ સહિતની એક્સરસાઇઝ પરફોર્મ કરવામાં આવશે. ત્યાર બાદ ઉપરોક્ત બંને સ્થળે રાત્રે ૭:૪૫ વાગ્યાથી બ્લેકઆઉટ કરવામાં આવશે.
આ અંગે કલેક્ટર દ્વારા જિલ્લા વહીવટી તંત્રને સિવિલ ડિફેન્સ અભ્યાસના આયોજન તથા અમલીકરણમાં જોડાઈને વધુમાં વધુ નાગરિકોને જાગૃત કરવા અને સહભાગી બનાવવા સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ નાગરિકોને પણ આ એક્સરસાઈઝમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.
વડોદરામાં આરોગ્ય સાથે ચેડાં: આ જાણીતા સ્ટોર્સ પરથી લેવાયેલા રિલાયન્સ રિટેલની ચણાદાળ સહિત પનીર અને બેસનના નમૂના ફેલ






