Home Gujarat Cid Crime Unearths Cyber Fraud Worth Rs 930 Crore

930 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ! : 28 રાજ્યોમાં 1,535 ગુનોના 5 આરોપીઓને CID ક્રાઇમે દબોચ્યા, ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી

930 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ!
Published by: OBS Bureau
Last Updated: Feb 05, 2026, 02:09 PM IST

ગુજરાતના ગાંધીનગર સ્થિત CID ક્રાઇમના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા દેશવ્યાપી મોટા સાયબર ફ્રોડ કૌભાંડમાં મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં 930 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી સામે આવી છે, જેમાં દેશના 28 રાજ્યોમાં કુલ 1,535 ગુના નોંધાયા છે અને અત્યાર સુધી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

બાતમીના આધારે રેઈડ હાથ ધરવામાં આવી હતી

પોલીસ મહાનિર્દેશક ડો. કે. લક્ષ્મી નારાયણ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુરત ખાતે ખાનગી બાતમીના આધારે રેઈડ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે, આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી અલગ-અલગ બેંક ખાતાઓ ખોલ્યા હતા અને તેમાં સાયબર ફ્રોડથી મેળવેલા રૂપિયા જમા કરાવ્યા હતા. બાદમાં આ રકમ Forex Pre-paid Cards મારફતે દુબઇ સ્થિત ખાતાઓમાંથી વિતરિત કરવામાં આવી હતી. આ ગુનામાં આરોપીઓએ પોતાની ઓળખ છુપાવવા માટે અન્ય લોકોના નામે બેંક ખાતા ખોલાવ્યા હતા અને વધુ રૂપિયા કમાવાની લાલચ આપી લોકોને છેતર્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં અબ્દુલ હફીઝ પાનવાલા (વેરાવળ), મુસ્તાક અબ્દુલ ખાલીદ ખાનાણી (વેરાવળ), શબ્બીર મોહમ્મદ હનીફ ભડેલા (થાણે, મુંબઈ), મોહમ્મદ તાહા શબ્બીર ભડેલા (થાણે, મુંબઈ) અને ગગજીભાઈ મનજીભાઈ રાજપૂત (અમદાવાદ)નો સમાવેશ થાય છે.

ચોંકાવનારી આરોપીઓની મોડસ ઓપરેન્ડી

પોલીસ તપાસમાં આરોપીઓની મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે. જેમાં Digital Arrest, Investment Fraud, UPI સંબંધિત ફ્રોડ, Deposit Fraud, Loan Fraud તેમજ Part-time Job Fraud જેવી વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીઓ SMS, WhatsApp અને Telegram જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ખોટી ઓળખ ઉભી કરી સામાન્ય નાગરિકોને લક્ષ્ય બનાવી રહ્યા હતા. આ કેસમાં કુલ 80 અલગ-અલગ બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસ અધિકારીઓએ જનતાને ચેતવણી આપી છે કે કોઈપણ વ્યક્તિએ લોભ અથવા અવિશ્વાસના કારણે પોતાના બેંક ખાતાની વિગતો અન્ય કોઈને આપવી નહીં. બેંક ખાતામાં થતી તમામ લેવડદેવડ માટે ખાતાધારક પોતે જવાબદાર હોય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર
વડોદરામાં ગેસ કાળાબજારનો ભંડાફોડ
સતાધાર ધામમાં આત્મનિર્ભરતાની અનોખી મિસાલ
સુરતવાસીઓને જલસો!