Home Gujarat Cid Crime Drive Against Jail Escapee Accused

CID ક્રાઇમની જેલ ફરાર આરોપી વિરુદ્ધ ડ્રાઇવ : ચોક્કસ બાતમીના આધારે ગોવાથી દબોચ્યો

CID ક્રાઇમની જેલ ફરાર આરોપી વિરુદ્ધ ડ્રાઇવ
Published by: OBS Bureau
Last Updated: Feb 09, 2026, 09:12 AM IST

ગુજરાત રાજ્યમાં જેલમાંથી રજા મેળવી સમયમર્યાદામાં પરત હાજર ન થયેલા અને ફરાર બનેલા આરોપીઓની ધરપકડ માટે CID ક્રાઇમ અને રેલ્વેઝ, ગાંધીનગર દ્વારા વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. ગુજરાત રાજ્યની સૂચનાથી આ ડ્રાઇવનું આયોજન 27 જાન્યુઆરી 2026 થી 5 ફેબ્રુઆરી 2026 સુધી કરવામાં આવ્યું છે.

CID સેલની ટીમ દ્વારા સઘન ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સ આધારિત તપાસ શરૂ કરવામાં આવી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અમદાવાદ મધ્યસ્થ જેલના પાકા કેદી નં. B/37009, આરોપી મોહમદ જાવેદ બિસ્મીલ્લાખાન ઠાકોર, જેણે 36 દિવસની પેરોલ રજા દરમિયાન તા. 25 ઓકટોબર 2025 ના રોજ જેલ પરત ફરવાનું હતું, તે હાજર થયો નહોતો અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. આ મામલે રાણીપ પોલીસ સ્ટેશન ખાતે પ્રિઝન એક્ટ કલમ 51(એ) અને 51(બી) હેઠળ ગુનો નોંધાયેલ છે.

CID ક્રાઇમ સેલને મળેલી ચોક્કસ બાતમી મુજબ આરોપી હાલ ગોવા ખાતે છુપાયો હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ ટીમ દ્વારા તાત્કાલિક ગોવા પહોંચી આરોપીને ડિટેઇન કરવામાં આવ્યો.

આરોપીએ કોઈ કોર્ટમાંથી વધારાની રજા લીધી ન હોવાનું ખાતરી થયા બાદ તેને અમદાવાદ લાવી બાકી સજા ભોગવવા અમદાવાદ મધ્યસ્થ જેલમાં સોંપવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર
વડોદરામાં ગેસ કાળાબજારનો ભંડાફોડ
સતાધાર ધામમાં આત્મનિર્ભરતાની અનોખી મિસાલ
સુરતવાસીઓને જલસો!