Home International China Taiwan Airspace Closed 40 Days Global Tension

ચીનમાં કંઈક મોટું થવાનું છે! : 40 દિવસ માટે કેમ બંધ કરવામાં આવ્યું તાઈવાનનું એરસ્પેસ?

Taiwan airspace closed
Published by: Viral Patel
Last Updated: Apr 06, 2026, 06:41 AM IST

મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)માં ચાલી રહેલા યુદ્ધનો આજે 38મો દિવસ છે અને તેની અસર હવે આખી દુનિયામાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ દરમિયાન ચીનમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ચીન પ્રજાસત્તાકના તાઈવાન દ્વીપ પર 40 દિવસ માટે એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું છે.

27 એપ્રિલથી 6 મે સુધી ચીને તાઈવાનના મોટા એરસ્પેસને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. 'વોલ સ્ટ્રીટ જર્નલ'ના રવિવારના અહેવાલ મુજબ, ચીને કોઈપણ સ્પષ્ટ કારણ આપ્યા વિના પોતાના દરિયાઈ વિસ્તારને 40 દિવસ માટે બંધ રાખવાની નોટિસ જાહેર કરી છે. આ એરસ્પેસ દક્ષિણ કોરિયા પાસેના યલો સી (પીળો સમુદ્ર)થી લઈને જાપાન પાસેના ઈસ્ટ ચાઈના સી (પૂર્વી ચીન સમુદ્ર) સુધી ફેલાયેલું છે.

આ પણ વાંચો: ઈરાનના પહાડોમાં અમેરિકાનું 'સર્જિકલ રેસ્ક્યુ' : જાણો કેવી રીતે અમેરિકાએ તેના જાંબાઝ જવાનને શોધી કાઢ્યો

અચાનક આ નિર્ણય કેમ?

ચીનનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા ઈરાન સાથેની મડાગાંઠમાં ફસાયેલું છે અને આ વિસ્તારમાંથી મોટાભાગનો સૈન્ય સરંજામ પણ મિડલ ઈસ્ટ ખસેડવામાં આવ્યો છે. અગાઉ આ પ્રકારે એરસ્પેસ બંધ કરવાનો નિર્ણય સૈન્ય અભ્યાસ (Military Drill) માટે લેવામાં આવતો હતો, પરંતુ તે માત્ર થોડા દિવસો માટે જ હોય છે. આટલા લાંબા સમય સુધી એરસ્પેસ બંધ રાખવા પાછળનું કારણ ચીને હજુ સુધી કોઈને જણાવ્યું નથી.

વિસ્તારની દૃષ્ટિએ ઘણું મોટું ક્ષેત્ર

ચીન દ્વારા આરક્ષિત કરવામાં આવેલો આ વિસ્તાર તાઈવાનના મુખ્ય ટાપુ કરતા પણ મોટા વિસ્તારમાં ફેલાયેલો છે, જેમાં શાંઘાઈની ઉત્તર અને દક્ષિણમાં આવેલા દરિયાકાંઠાના હવાઈ ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. અમેરિકી ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) મુજબ, આ વિસ્તાર દક્ષિણ કોરિયા તરફના પીળા સમુદ્રથી લઈને દક્ષિણમાં જાપાન તરફના પૂર્વી ચીન સમુદ્ર સુધી વિસ્તરેલો છે.

આ પણ વાંચો: આ દેશમાં હવે મરવું પણ મોંઘું થયું! : કબરની કિંમત લાખો રૂપિયા થતા લોકોએ ફ્લેટમાં બનાવ્યા મડદાઘર


રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ભૂતકાળમાં આવી ચેતવણીઓ એવિએશન અધિકારીઓને ચીની સૈન્ય અભ્યાસ વિશે જાણ કરવા માટે આપવામાં આવતી હતી, જે સામાન્ય રીતે થોડા દિવસો સુધી જ ચાલતી હતી. જોકે, આ વખતે બેઇજિંગે આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના અભ્યાસની જાહેરાત કરી નથી. આનાથી "તાઈવાનની આસપાસ સૈન્ય ઉડ્ડયનોમાં એક રહસ્યમય વિરામ બાદ એક નવું એવિએશન રહસ્ય" સર્જાયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now