અહેવાલ- વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લ
Iran US rescue mission: દુશ્મન દેશની ધરતી, ચારેબાજુ ખડકાળ પહાડો અને પાછળ પડેલી ઈરાની સેના! , આ કોઈ હોલીવુડ ફિલ્મની કહાનીનું વર્ણન નથી, પરંતુ એપ્રિલ 2026ના એ 48 કલાકની ખોફનાક હકીકત છે જેણે આખી દુનિયાના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. અમેરિકાનું F-15E ફાઈટર જેટ તૂટી પડ્યા બાદ ગુમ થયેલા ઉચ્ચ અધિકારીને શોધવા માટે પેન્ટાગોને તેની સર્વશ્રેષ્ઠ તાકાત ધરાવતી 'નેવી સીલ'ને મેદાનમાં ઉતારી હતી .
ગુમ થયેલો સૈનિક ઈરાનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત કોહગીલુયેહ અને બોયર-અહમદના અત્યંત દુર્ગમ અને પહાડી વિસ્તારમાં છુપાયેલો હતો.
જેટ ક્રેશ થયા પછી પાયલોટ તો તરત બચી ગયો હતો, પરંતુ એક ઓફિસર પર્વતની એક તિરાડમાં છુપાઈ ગયો હતો. તે લગભગ 48 કલાક સુધી ઈરાની સૈનિકો અને સ્થાનિક લશ્કરી જૂથોથી બચીને રહ્યો હતો. તેની પાસે બચાવ માટે માત્ર એક હેન્ડગન હતી.
અમેરિકાનું એક F-15E સ્ટ્રાઈક ઈગલ ફાઈટર જેટ તોડી પાડ્યુ
ઈરાને અમેરિકાનું એક F-15E સ્ટ્રાઈક ઈગલ ફાઈટર જેટ તોડી પાડ્યા બાદ ગુમ થયેલા વેપન્સ સિસ્ટમ ઓફિસર - કર્નલ રેન્કના અધિકારીને બચાવવા માટે આ મિશન હાથ ધર્યું. એકબાજુ CIA એ ભ્રમિત કરનારી માસ્ટર ગેમ રમી અને બીજી તરફ આકાશમાં F-35 ફાઈટર જેટ્સ અને MQ-9 રીપર ડ્રોન્સે મોતનું જાળું બિછાવ્યું. તો આ તરફ નેવી સીલના કમાન્ડોએ ડ્રોનનું સુરક્ષા કવચ આપતા ઈરાની સેનાને મ્હાત આપી. અમેરિકી ફાઈટર જેટ્સ આભમાં ગુંજ્યા તો ધરતી પર કમાન્ડોએ કહેર વરતાવ્યો. જો કોઈ ઈરાની સૈનિક 3 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા, તો ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવતો હતો.
આ પણ વાંચો: Iran US War : તેહરાનમાં વિનાશક હવાઈ હુમલા, રહેણાંક ઈમારત તૂટી પડી, 13ના મોત
સર્ચ ઓપરેશનમાં ટેકનોલોજી સાથે ચતુર રણનીતિનો ઉપયોગ
રેસ્ક્યુ માટે Black Hawk હેલિકોપ્ટર્સ અને ખાસ પ્રકારના MC-130J સ્પેશિયલ મિશન એરક્રાફ્ટનો ઉપયોગ થયો હતો. આ સર્ચ ઓપરેશનમાં ટેકનોલોજી સાથે ચતુર રણનીતિનો ઉપયોગ થયો. CIA એ ઈરાનમાં એવી ખોટી માહિતી ફેલાવી કે અમેરિકાએ તેના સૈનિકને શોધી લીધો છે અને તેને જમીન માર્ગે બહાર લઈ જવામાં આવી રહ્યો છે. તેનાથી ઈરાની સેના ગેરમાર્ગે દોરાઈ ગઈ અને તે દરમિયાન અમેરિકી દળોએ પહાડોમાં સચોટ લોકેશન શોધી કાઢ્યું. આ મિશનને અમેરિકાના ઈતિહાસનું સૌથી હિંમતભર્યું 'સર્ચ એન્ડ રેસ્ક્યુ' ઓપરેશન માનવામાં આવે છે.
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઓપરેશનને Easter Miracle ગણાવ્યું , કારણ કે ભારે ગોળીબાર અને પ્રતિકૂળ સંજોગો હોવા છતાં તમામ અમેરિકી સૈનિકો સુરક્ષિત રીતે પરત ફર્યા.




