Home International China Global Ai Cooperation Organization After G7

ચીને રમ્યો મોટો દાવ! : G7 બાદ બનાવશે નવું વૈશ્વિક સંગઠન, અનેક દેશોને આમંત્રણ

Xi Jinping
Image Credit: Kremlin.ru
Published by: Aryan Shah
Last Updated: Jun 17, 2026, 01:13 PM IST

Xi Jinping : ફ્રાન્સમાં ચાલી રહેલી દુનિયાના સૌથી અમીર દેશોના સંગઠન G7 સમિટમાં ચીનને આમંત્રણ ન મળતા બેઇજિંગ ભારે ગુસ્સામાં છે. આ મહા બેઠકમાંથી બહાર રાખવામાં આવ્યા બાદ ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગે શાંત બેસવાને બદલે અમેરિકા અને તેના અમીર સાથી દેશોને પછાડવા માટે એક મોટો માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. G7 સમિટ પૂરી થતાં જ ચીને જાહેરાત કરી દીધી છે કે તે પોતાનું એક અલગ વૈશ્વિક સંગઠન બનાવશે, જેનું નામ 'ગ્લોબલ એઆઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન' (Global AI Cooperation Organization) હશે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ દુનિયાભરના પત્રકારો સામે સ્પષ્ટ કર્યું છે કે ચીન હવે આખી દુનિયાની કમાન પોતાના હાથમાં લેવાની તૈયારી કરી ચૂક્યું છે.

ચીનનો નવો માસ્ટરસ્ટ્રોક

G7 સમિટમાંથી બહાર રાખ્યા બાદ ચીન સારી રીતે સમજી ગયું છે કે અમેરિકા અને યુરોપના દેશો તેને ક્યારેય આગળ વધવા દેશે નહીં. આ જ કારણ છે કે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ચીન આ નવા વૈશ્વિક સંગઠનને ખૂબ જ ઝડપથી ઊભું કરી દેશે અને તેમાં સામેલ થવા માટે તમામ દેશોનું સ્વાગત કરે છે. ચીન આ સંગઠન દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે.

‘ઈરાન શરતો નહીં માને તો ફરીથી બોમ્બ વરસાવીશું’: શાંતિ સમજૂતી પર સસ્પેન્સ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન

નવા ગ્રુપમાં કયા દેશોને મળશે સ્થાન?

ચીનના ટોચના આર્થિક નીતિ નિર્માતા ઝાઓ હૈબિંગે સ્પષ્ટ કર્યું છે કે બેઇજિંગ આ નવા AI ગ્રુપને મજબૂત કરવા માટે BRICS દેશો અને શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ના મંચનો પૂરો ઉપયોગ કરશે. તેનો સીધો અર્થ એ છે કે આ ગ્રુપમાં રશિયા અને ઈરાન જેવા દેશો પણ આગળની સીટ પર જોવા મળશે. આ ઉપરાંત, જે દેશો અમેરિકાના આકરા પ્રતિબંધો અથવા તેની દાદાગીરીથી પરેશાન છે, ચીન તે તમામને આ AI ગ્રુપમાં જોડાવા માટે ખુલ્લું આમંત્રણ આપી રહ્યું છે, જેથી અમેરિકા સામે એક મજબૂત વૈશ્વિક મોરચો ઊભો કરી શકાય.

અમેરિકાના સિક્રેટ પ્લાનથી ચીન નારાજ

ચીનના ગુસ્સા અને અચાનક કરવામાં આવેલા આ મોટા એલાન પાછળ હકીકતમાં અમેરિકાનો એક સિક્રેટ રિપોર્ટ છે, જેનાથી બેઇજિંગ નારાજ થયું છે. G7 સમિટ દરમિયાન એક રિપોર્ટ લીક થયો હતો. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, કેનેડા, ઈટલી અને જાપાન મળીને એક બહુ મોટો પ્લાન બનાવી રહ્યા છે. આ પ્લાન અંતર્ગત અમેરિકામાં બનેલા સુપર એડવાન્સ્ડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ મોડલ્સનો ઉપયોગ ફક્ત તેમના અમુક વિશ્વાસુ પાર્ટનર્સને જ આપવામાં આવશે. એટલે કે અમેરિકા કૂટનીતિક રીતે દુનિયાને ૨ ભાગમાં વહેંચી રહ્યું છે, જ્યાં આધુનિક ટેકનોલોજી પર ફક્ત પશ્ચિમી દેશોનો જ કબજો રહેશે. જ્યારે આ વાત સામે આવી ત્યારે ચીન ગુસ્સે થયું અને તેણે તરત પોતાનું અલગ ગ્રુપ બનાવવાનો નિર્ણય લીધો.

નોકરી નહીં, ડિગ્રી નહીં... છતાં રૂ.50,000 કરોડની સંપત્તિ: 14 વર્ષની ઉંમરથી કોડિંગની સફર શરૂ કરનાર સાથે મસ્કે કરી 60 અબજ ડોલરની ડીલ

અમેરિકા સામે ચીનની નવી રણનીતિ

ચીને આ વખતે અમેરિકા પર પ્રહાર કરવા માટે ખૂબ જ ચાલાકીભરી રણનીતિ વાપરી છે. ચીને અમેરિકાની સૌથી નબળી નસ પર હાથ રાખ્યો છે. ચીને પોતાની ગ્લોબલ ગવર્નન્સ પર એક વ્હાઇટપેપર જાહેર કર્યું છે, જેમાં અમેરિકાના વલણને મનસ્વી, સ્વાર્થી અને બધું જ પોતાની મુઠ્ઠીમાં રાખનારું ગણાવ્યું છે. હવે ચીને અમેરિકાના આ અહંકારને ટક્કર આપવા માટે એક નવી ફોર્મ્યુલા શોધી કાઢી છે, જે આવનારા સમયમાં વૈશ્વિક રાજકારણનો નકશો બદલી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now