PM Modi and Trump Meeting: ફ્રાન્સના એવિયનમાં G7 શિખર સંમેલન (સમિટ) યોજાઈ રહ્યું છે. આ સમિટમાં વિશ્વની સાત મોટી અર્થવ્યવસ્થાઓના નેતાઓ સામેલ થયા છે. પીએમ નરેન્દ્ર મોદી સહિત કેટલાક વૈશ્વિક નેતાઓ આ શિખર સંમેલનમાં વિશેષ અતિથિ તરીકે સહભાગી થયા છે.
આ સંમેલનના પ્રથમ દિવસે વડાપ્રધાન મોદીએ વિશ્વને એક ખાસ સંદેશ આપ્યો અને કહ્યું કે, આપણી વચ્ચે કોઈ પણ સંસાધનની (રિસોર્સ) અછત નથી, પરંતુ પરસ્પર વિશ્વાસની અછત છે. હવે આ શિખર સંમેલનના બીજા દિવસે વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત હવે થોડી જ વારમાં થવાની છે. આ દ્વિપક્ષીય બેઠક પહેલા ટ્રમ્પે પીએમ મોદીના વખાણ કર્યા છે.
‘ઈરાન શરતો નહીં માને તો ફરીથી બોમ્બ વરસાવીશું’: શાંતિ સમજૂતી પર સસ્પેન્સ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
ટ્રમ્પે કર્યા પીએમ મોદીના વખાણ
બંને દિગ્ગજો વચ્ચે યોજાનારી બેઠક પહેલા અમેરિકી રાષ્ટ્રપતિએ પીએમ મોદીની પ્રશંસા કરી છે. જી-7 સમિટ દરમિયાન વર્કિંગ લંચમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીની સરાહના કરતા કહ્યું કે, તેઓ પીએમ મોદીની જેમ શાંત રહી શકતા નથી. ટ્રમ્પે આગળ કહ્યું કે, "પીએમ મોદીની જેમ હું શાંત, કૂલ અને સંપૂર્ણપણે ‘કિલર’ નથી, જરા આમને જુઓ."





