Home International Trump Warns Iran Bombing If Peace Deal Terms Rejected

‘ઈરાન શરતો નહીં માને તો ફરીથી બોમ્બ વરસાવીશું’ : શાંતિ સમજૂતી પર સસ્પેન્સ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન

Trump Iran Deal
Published by: Viral Patel
Last Updated: Jun 17, 2026, 12:50 PM IST

Trump Iran Deal: અમેરિકા અને ઈરાન વચ્ચે થનારી ઐતિહાસિક શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થવાના માંડ બે દિવસ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક આકરા નિવેદને વિશ્વભરમાં સસ્પેન્સ વધારી દીધું છે. ફ્રાન્સમાં આયોજિત જી-7 શિખર સંમેલન (G7 Summit) દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ઈરાન સાથે યુદ્ધવિરામને લઈને થયેલી સમજૂતી હજી અંતિમ નથી. તેમણે કડક લહેજામાં ચેતવણી આપી કે જો તેહરાને (ઈરાને) પોતાની શરતોનું પાલન ન કર્યું અને તેનું ‘વર્તન’ યોગ્ય નહીં રહે, તો અમેરિકા ફરી એકવાર તેના પર બોમ્બમારો શરૂ કરી શકે છે.

નોકરી નહીં, ડિગ્રી નહીં... છતાં રૂ.50,000 કરોડની સંપત્તિ: 14 વર્ષની ઉંમરથી કોડિંગની સફર શરૂ કરનાર સાથે મસ્કે કરી 60 અબજ ડોલરની ડીલ

‘આ ફાઈનલ ડીલ નથી’: ટ્રમ્પની ખુલ્લી ચેતવણી

પોતાના અચાનક નિર્ણયો માટે જાણીતા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્વિટ્ઝર્લેન્ડમાં થનારા સત્તાવાર હસ્તાક્ષરના બરાબર પહેલા આ સમજૂતીની નાજુકતાને ઉજાગર કરી છે. જી-7 સમિટ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા ટ્રમ્પે કહ્યું, ‘આ કોઈ ફાઈનલ નિર્ણય નથી, પરંતુ માત્ર એક સમજૂતી પત્ર (MoU) છે. જો મને આ પસંદ નહીં આવે અથવા ઈરાને યોગ્ય રીતે વર્તન ન કર્યું, તો અમે સીધા તેમના પર ફરીથી બોમ્બ વરસાવવાનું શરૂ કરી દઈશું. તેઓ છેલ્લા 47 વર્ષોથી સતત ખોટું વર્તન કરી રહ્યા છે.’ ટ્રમ્પે સમિટમાં સતત એવો દાવો કર્યો કે તેમના આ પગલાએ દુનિયાને એક મોટા આર્થિક સંકટમાં ધકેલાતી બચાવી લીધી છે, જેની વકીલાત કેટલાક ‘મૂર્ખ લોકો’ કરી રહ્યા હતા.

હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ને લઈને મોટો દાવો

આ તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વૈશ્વિક ઊર્જા પુરવઠાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ વિસ્તાર ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (હોર્મુઝની સામુદ્રધુની) ને લઈને એક રાહતના સમાચાર પણ શેર કર્યા છે. તેમણે જણાવ્યું કે આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પહેલાથી જ આંશિક રીતે ખોલી દેવામાં આવ્યો છે અને આગામી એક કે બે દિવસમાં તેને વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરી દેવામાં આવશે.

G7 માં મોદી, મેલોની અને ટ્રમ્પ વચ્ચે શું ચાલી રહી હતી ચર્ચા?: સિગારેટથી ગ્રીનલેન્ડ સુધી દુનિયાના સૌથી શક્તિશાળી નેતાઓની ખાનગી વાતો વાયરલ

અત્રે ઉલ્લેખનીય છે કે, જી-7 શિખર સંમેલનની શરૂઆતના બરાબર એક દિવસ પહેલા અમેરિકા અને ઈરાને મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) ને હચમચાવી દેનારા આ યુદ્ધનો અંત લાવવા માટે એક શાંતિ સમજૂતીની જાહેરાત કરી હતી. મીડિયા અહેવાલો અનુસાર, આ સંભવિત સમજૂતી હેઠળ હાલમાં 60 દિવસ માટે યુદ્ધ રોકવા, હોર્મુઝ જળમાર્ગને ખોલવા અને ઈરાન પર લાદવામાં આવેલા અમેરિકી પ્રતિબંધોમાં ઢીલ આપવાની જોગવાઈ સામેલ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now