Home Gujarat Chief Minister Bhupendra Patel Holds Fruitful Meeting With The Consul General And Delegation Of Sweden In Mumbai

ગુજરાત બન્યું દુનિયાના રોકાણકારોની પહેલી પસંદ : 60 જેટલી સ્વીડિશ કંપની 11 હજાર લોકોને આપે છે રોજગાર

ગુજરાત બન્યું દુનિયાના રોકાણકારોની પહેલી પસંદ
Published by: OBS Bureau
Last Updated: May 30, 2025, 03:35 PM IST

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુંબઈ સ્થિત સ્વીડનના કોન્સ્યુલ જનરલ શ્રીયુત સ્વેન ઓસ્ટબર્ગે અને ૧૧ જેટલી સ્વીડિશ કંપનીઝ-ઉદ્યોગ સંચાલકોએ ફળદાયી બેઠક ગાંધીનગરમાં યોજી હતી. ગુજરાત સરકાર અને સ્વીડન વચ્ચે વિવિધ ક્ષેત્રે રોકાણો અને સહભાગીતાને પ્રોત્સાહિત કરવા ઇન્વેસ્ટર્સ ફેસીલીટેશન મિકેનિઝમ વધુ સંગીન બનાવવાના હેતુથી આ બેઠક યોજવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપનો વ્યાપક લાભ મળે છે તેની વિગતો બેઠકની ચર્ચા દરમિયાન આપી હતી. તેમણે કહ્યું કે, ગુજરાત પ્રો-એક્ટીવ ગવર્નન્સ અને પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં દેશ અને દુનિયાના રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતમાં એવું પ્રોત્સાહક અને શાંતિપૂર્વક વાતાવરણ તથા સુદ્રઢ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે કે, એકવાર ગુજરાતમાં ઉદ્યોગ-રોકાણ માટે આવનારા લોકો ગુજરાત સિવાય અન્ય ક્યાંય રોકાણો માટે જતા નથી.

મુખ્યમંત્રીએ રિન્યૂએબલ એનર્જી, ગ્રીન ગ્રોથ જેવા ક્ષેત્રોમાં પણ વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાતે લીડ લીધી છે તેની ભૂમિકા આપી હતી. સ્વીડનના ઉદ્યોગ-રોકાણકારોને આ ક્ષેત્રે રોકાણો માટે રાજ્ય સરકારના સહયોગ આપવા સાથે અન્ય નાના-મોટા પ્રશ્નોનું પણ ત્વરાએ યોગ્ય નિવારણ લાવવાની તેમણે ખાતરી આપી હતી. સ્વીડિશ કંપનીઝ ઉદ્યોગ સંચાલકોએ રાજ્ય સરકાર દ્વારા તેમને મળી રહેલા સહકાર અંગે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ રાજ્ય સરકાર આવી જ ગતિશીલતાથી સહકાર આપશે તેવી અપેક્ષા દર્શાવી હતી.

સ્વીડનના કોન્સ્યુલ જનરલ સ્વેન ઓસ્ટબર્ગે કહ્યું કે, ગુજરાતમાં કુલ મળીને વિવિધ ક્ષેત્રે ૬૦ જેટલા સ્વીડિશ ઉદ્યોગ અને કંપનીઝ કાર્યરત છે તથા અંદાજે ૧૧ હજાર લોકોને રોજગાર અવસર પુરા પાડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “મેઈક ઇન ઇન્ડિયા મેઈડ ફોર ધ વર્લ્ડ”નો વિચાર આપ્યો છે તેને સ્વીડિશ ઉદ્યોગ-કંપનીઝ સાકાર કરે છે તેમ પણ કોન્સ્યુલ જનરલે મુખ્યમંત્રીશ્રી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, ઉદ્યોગના અગ્ર સચિવ મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, મુખ્યમંત્રીના સચિવ ડૉ. વિક્રાંત પાંડે તેમજ વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now