Home Tech/Gadgets Chatgpt Chats Leak On Google Due To Chatgpt Share Feature Privacy In Danger

ChatGPTના આ ફીચરથી Google પર હજારો ચેટ્સ થઈ લીક : આ ઘટના ચર્ચાનો વિષય

ChatGPTના આ ફીચરથી Google પર હજારો ચેટ્સ થઈ લીક
Published by: OBS Bureau
Last Updated: Aug 03, 2025, 05:18 AM IST

ChatGPT વાપરનારાઓ માટે ચિંતાની ખબર સામે આવી હતી કે તેમની કેટલીક ચેટ્સ Google સર્ચમાં દેખાઈ રહી હતી. OpenAI એ હવે આ બાબતે સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે જેને કારણે આ ઘટના બની, તે સર્ચ એન્જિન વિઝિબિલિટી ફીચરને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે.

OpenAI ના ચીફ ઈન્ફોર્મેશન સિક્યુરિટી ઓફિસર ડેન સ્ટકીએ X (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે આ ફીચર પ્રયોગાત્મક રૂપે રજૂ કરવામાં આવ્યું હતું અને ફક્ત તે વપરાશકર્તાઓ માટે કાર્યરત હતું જેમણે ચેટ્સ શેયર કરવા માટે જાતે પસંદગી કરી હતી. વપરાશકર્તાઓએ પહેલાં ચેટ પસંદ કરવી પડતી હતી અને પછી સ્પષ્ટ રીતે "શેર" વિકલ્પ પર ક્લિક કરવું પડતું હતું.

સ્ટકીએ કહ્યું કે આ સુવિધાથી વપરાશકર્તાઓ ઘણીવાર અજાણતાં એવા માહિતી પણ પબ્લિક ડોમેનમાં મૂકી દેતાં હતા, જે તેઓ શેર કરવા ઇચ્છતા નહોતા. OpenAI એ હવે આ વિકલ્પ દૂર કરવાનો નિર્ણય લીધો છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે OpenAI હાલમાં વિવિધ સર્ચ એન્જિન્સ સાથે સહકારમાં કામ કરી રહ્યું છે જેથી પબ્લિક ડોમેનમાં આવી ગયેલી ચેટ્સને શક્ય તેટલી ઝડપથી દૂર કરી શકાય.

આ ઘટના પછી એક વાત સ્પષ્ટ થાય છે કે OpenAI એ જાણી જોઈને વપરાશકર્તાની ખાનગી માહિતી જાહેર નથી કરી. પરંતુ એવા વપરાશકર્તાઓ જેમણે જાતે પબ્લિક લિંક બનાવી હતી, તેમની ચેટ્સ Google સર્ચમાં આવી રહી હતી.

OpenAI વપરાશકર્તાઓને સલાહ આપી છે કે તેઓ ચેટ્સ શેર કરતી વખતે પૂરતી સાવધાની રાખે અને જો ખાનગી માહિતી હોવી શકે તો "Chat History & Training" વિકલ્પ બંધ રાખે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now