રાજ્યના અન્ય વિસ્તારોની સાથે અમદાવાદમાં પણ સોમવારે બપોર પછી હવામાનમાં પલટો આવ્યો . ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવા સાથે વરસાદની શરૂઆત થઇ
ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત ૧૫ મી જુનથી થતી હોય છે ..સોમવારે ૧૬ મી જુન ના દિવસે અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં વરસાદનું આગમન થઇ જતા ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ગયેલો ગણાશે.
અમદાવાદ સહીત રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે સોમવારે વરસાદના આગમન ને કારણે રાહત થઇ છે અને લોકોએ ઠંડક અનુભવી છે .
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં અગાઉથી વ્યક્ત કરેલી આગાહી સાચી ઠરી છે.
અમદાવાદ માટે કોંગ્રેસનો 'માસ્ટર પ્લાન'!: સ્થાનિક ચૂંટણી માટે કોંગ્રેસે બહાર પાડ્યો મેનિફેસ્ટો, જાણો શું છે વાયદા






