Home Gujarat Vadodara Chandipura Virus Panchmahal 4 Children Deaths Ssg Vadodara

મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કાળો કહેર : પંચમહાલમાં 4 માસૂમોના મોત, વડોદરાની SSG હોસ્પિટલમાં 70 વેન્ટિલેટર બેડ સાથે વિશેષ તૈયારી

Vadodara Chandhipura Virus
Published by: OBS Bureau
Last Updated: Jul 13, 2026, 12:19 PM IST

Vadodara Chandhipura Virus: સમગ્ર મધ્ય ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસના કારણે ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. માસૂમ બાળકોને નિશાન બનાવતો આ ઘાતક વાયરસ ખૂબ જ ઝડપથી પગપેસારો કરી રહ્યો છે, જેના કારણે મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ખાસ કરીને પંચમહાલ અને દાહોદ જિલ્લામાં સૌથી વધુ બાળ દર્દીઓ સામે આવતા વાલીઓ અને આરોગ્ય તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે.

પંચમહાલમાં વાયરસનો આતંક: 4 બાળકોના મોત

આ ઘાતક વાયરસે પંચમહાલ જિલ્લામાં કાળો કેર વર્તાવ્યો છે. સત્તાવાર માહિતી મુજબ, પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં આ જીવલેણ વાયરસના કારણે કુલ 4 માસૂમ બાળકોના મોત નીપજ્યા છે. આ સિવાય દાહોદ જિલ્લામાં પણ પરિસ્થિતિ ગંભીર બની રહી છે, જ્યાં મોટી સંખ્યામાં બાળકો આ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે.

મહેસાણાના ખેરવા ગામમાં ધોળે દિવસે ફિલ્મી અંદાજમાં લૂંટ : ગ્રાહકના હાથમાં છરો ખૂંપાવી દાગીના અને રોકડ લૂંટી ફરાર

વડોદરાની SSG હોસ્પિટલ એલર્ટ પર: ખાસ વોર્ડ તૈયાર

આ ગંભીર અને ચિંતાજનક સ્થિતિને જોતા વડોદરાની સયાજીરાવ ગાયકવાડ (SSG) હોસ્પિટલનું વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. આસપાસના જિલ્લાઓમાંથી આવતા બાળ દર્દીઓને સમયસર અને સચોટ સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. પીડિયાટ્રિક (બાળરોગ) વોર્ડમાં ખાસ 70 જેટલા વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે. તબીબો અને નર્સિંગ સ્ટાફની ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે જેથી કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળાય.

SSG હોસ્પિટલમાં નોંધાયેલા કેસની સ્થિતિ

વડોદરાની SSG હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ ગણાતા કુલ 5 બાળ દર્દીઓને સારવાર માટે લાવવામાં આવ્યા છે. જોકે, આ વાયરસ એટલો ઘાતક સાબિત થઈ રહ્યો છે કે આ 5 દર્દીઓમાંથી 3 માસૂમ બાળકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે બાકીના 2 બાળકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ પર તબીબો સતત નજર રાખી રહ્યા છે.

નર્મદાના સાગબારા જંગલ વિવાદે લીધો રાજકીય વળાંક : ભાજપના નેતાઓ વચ્ચે મતભેદ ખુલ્લા; ખેડૂતોના વન અધિકારનો મુદ્દો ફરી ચર્ચામાં!

આરોગ્ય વિભાગની અપીલ

ચાંદીપુરા વાયરસ ખાસ કરીને સેન્ડફ્લાય (રેતીની માખી) કરડવાથી ફેલાય છે અને તે નાના બાળકો માટે વધુ જોખમી છે. જો બાળકને અચાનક તીવ્ર તાવ આવે, ઊલટી થાય કે બેભાન જેવી સ્થિતિ જણાય, તો સમય બગાડ્યા વિના નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવો હિતાવહ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now