Home Gujarat Chaitar Vasavas Supporters Attack The Government

''લશ્કર ભી તુમ્હારા હૈ... સરદાર ભી તુમ્હારા હેં...'' : ચૈતર વસાવાના સમર્થકોના સરકાર પર પ્રહાર, ડેડીયાપાડામાં આવતીકાલે અરવિંદ કેજરીવાલની જનસભા

''લશ્કર ભી તુમ્હારા હૈ... સરદાર ભી તુમ્હારા હેં...''
Published by: OBS Bureau
Last Updated: Jul 23, 2025, 06:38 AM IST

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેઓ આવતીકાલે 24 જુલાઈના રોજ ડેડીયાપાડા ખાતે મહારેલી યોજવાના છે. ત્યારે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ધારાસાભ્ય ચૈતર વસાવા સમર્થકો શહેર અને ગામડાઓમાં પોસ્ટર-બેનર સાથે ચાલો ડેડીપાડા, ચાલો ડેડીયાપાડાના નારાઓ લગાવી રહ્યાં છે. આપને જણાવી દઈએ કે, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે 'લાફાકાંડ' કેસને લઈ જેલમાં છે.


''લશ્કર ભી તુમ્હારા હૈ... સરદાર ભી તુમ્હારા હેં...''

સમગ્ર મામલે MLA ચૈતરના સમર્થકે કહ્યું કે, ''લશ્કર ભી તુમ્હારા હૈ... સરદાર ભી તુમ્હારા હેં. તુમ અગર જુઠ કો ભી સચ લખી લો... તો અખબાર ભી તુમારા હેં... ઈસ દોર કા ફરિયાદી જાય તો કિધર જાય.. કાનૂન તુમ્હારા... દરબાર ભી તુમ્હારા હેં...''


''ખોટી રીતે FIR કરીને ચૈતર વસાવાને જેલમાં પૂર્યા છે''

તેમણે કહ્યું કે, ''આગામી 24 તારીખે ડેડીયાપાડા ખાતે ચૈતભાઈ વસાવાના સમર્થનમાં જનસભાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આદિવાસી સમાજ અને સર્વ સમાજના લોકોને આહ્લાન કરીએ છીએ કે, ભાજપે તમામ હદો વટાવી દીધી છે, સડકથી લઈને સદન સુધી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તમામ વર્ગ આજે દુખી છે ત્યારે ધારાસભ્ય અવાજ ઉઠાવીને કૌભાંડ બહાર પાડે છે ત્યારે તેમના ઉપર ખોટી રીતે FIR કરીને ચૈતર વસાવાને જેલમાં પૂર્યા છે''

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now